હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગર સ્થિત રાધાક્રુષ્ણ મંડળ તથા જયોતિ મહિલા મંડળ દ્વારા સેક્ટર નં.૫-એ ખાતે શાકોત્સવ યોજાયો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૯:ગાંધીનગર સ્થિત સેક્ટર નં.૫-એ ખાતે શાકોત્સવ સહ વનભોજનનો મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. રાધાકળષ્ણ મંડળ ગાંધીનગર તથા જયોતિ મહિલા મંડળ દ્વારા સેક્ટર નં.૫-એ ગાંધીનગર ખાતે શાકોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. સેક્ટર નં.૫-એ ગાંધીનગર ખાતે દર વષૅ ની જેમ આ વર્ષે પણ શિયાળાની ફૂલગુલાબી ઠંડી તથા ભરપુર લીલા તાજા શાકભાજીની સીઝનમાં શાકોત્સવ સહ વનભોજનનુ આયોજન કરવામાં આવેલ જેનો મોટીસંખ્યામાં ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. રાધાકળષ્ણ મંડળના પ્રમુખશ્રી નિરૂબેન નાયકના માર્ગદર્શન, સહકારથી અને જ્યોતિ મહિલા મંડળના પ્રમુખશ્રી ચેતનાબેન બુચ તેમજ રતનસિંહ ગોલના સાથ સહકાર આ શાકોત્સવ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળામાં ફુલગુલાબી ઠંડી અને ભરપૂર માત્રામાં લીલા શાકભાજી હોવાથી ગરમશાક, બાજરીના રોટલા, ગોળ, માખણ, તૂવેરઠોઠા, છાશ અને મરચા સહિત વિવિધ ગરમ ગરમ વાનગીઓનુ મંડળના બહેનો તથા સિનિયર સિટીઝન ભાઈઓ ભાવથી ભોજન કરી ખુશ થયા હતા. આ ઉત્સવ પ્રસંગે જયોતિમહિલા મંડળના પ્રમુખશ્રી ચેતનાબેન બુચ દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લઇ વિજેતા બની હતી. રમત ગમત પ્રથમ, દ્વિતિય અને તળતિય સ્થાને આવનાર બહેનોને નિરૂબેન નાયક અને ચેતનાબેન બુચના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાધાકૃષ્ણ મંડળના પ્રમુખશ્રી નિરૂબેન નાયક,શ્રી ચેતનાબેન બુચ,શ્રી તારાબેન પટેલ તથા રાધાકૃષ્ણ મંડળના સર્વ બહેનોએ ઠંડીમાં વહેલી સવારથી જ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
