News of Friday, 19th December 2025
શ્રી ઘેલા સોમનાથથી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ-પાટણની કુંવરજીભાઈ બાવળીયાની જન કલ્યાણ શિવવંદના પદયાત્રા
કાલે તા.૨૦ થી ૨૬ ડીસેમ્બર સુધી યોજાનાર બહુ-ઉદેશી જન કલ્યાણ પદયાત્રા ૨૨૯ કી. મી.નું અંતર કાપી તા.૨૬ ના રાત્રિના સોમનાથ પહોંચશેઃ રસ્તામાં ઠેર ઠેર ‘જન કલ્યાણ શિવવંદના પદયાત્રા'નું થશે સ્વાગતઃ તા.૨૭ નાં વહેલી સવારે શ્રી સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરી યાત્રાનું સમાપનઃ યાત્રાનાં માર્ગમાં રાત્રી દરમિયાન લોક સંવાદ-સાંસ્કળતિક કાર્યક્રમો-દેશભકિતનાં ગીતો-લોકડાયરાઓનું આયોજન

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૧૯ રાજય અને દેશમાં સામાજીક સમરસતા અને સાપ્રદાયિક સમભાવ વધે નાગરિકોની સુખાકારી વધે તેમજ દેશનો સર્વાંગી વિકાસ થાય તેની પ્રાર્થના કરવા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાઓની માહિતી છેવાડાના માણસ સુધી પહોચે તે માટે જસદણના ધારાસભ્ય અને રાજય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં આવતી કાલે સવારે ૭:૩૦ વાગ્યે ભગવાન શિવનાં પ્રસિધ્ધ યાત્રાધામ જસદણ નજીકનાં શ્રી ઘેલા સોમનાથથી થશે અને પદયાત્રાનુ સમાપન તા.૨૭ ના રોજ સવારે ભગવાન શ્રી સોમનાથ (પાટણ)મંદિરે ધ્વજારોહણ કરીને થશે.જન કલ્યાણ શિવવંદના પદયાત્રા' શિવના અનન્યધામ શ્રી ઘેલા સોમનાથ મંદિરનાં મહંત અને સાધુ સંતો યાત્રાને પ્રસ્થાન કરાવશે રાજકોટ,પોરબંદર અને જુનાગઢ એમ ત્રણ લોકસભા મત વિસ્તારોમાંથી પસાર થનારી ‘જન કલ્યાણ શિવવંદના પદયાત્રા' દરમ્યાન વિવિધ તબકકે વિવિધ સમાજનાં આગેવાનો પણ ઉપસ્થિત રહી યાત્રામાં જોડાશે.
આ યાત્રામાં સાધુ,સંતો,મહંતો, ધારાસભ્યો,જિલ્લા-તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ,નગર સેવકો,ભાજપાના જિલ્લા પ્રમુખો, સરપંચો,મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ પણ સામેલ થશે.
આ યાત્રાનો અંગે કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યુ હતું કે આ યાત્રાનો હેતુ સામાજીક અને આધ્યાત્મિક વધુ છે લોકોનું કલ્યાણ થાય,રાજયનો અને દેશનો સાર્વત્રિક વિકાસ થાય,કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે,નાગરિકોની સુખાકારી વધે તેમજ સાંપ્રદાયિક સમભાવમાં વળધ્ધિ થાય તે માટે પ્રાર્થના કરવા આ 'જન કલ્યાણ શિવવંદના પદયાત્રા' નીકળી રહી છે.
યાત્રાનાં માર્ગમાં આવતા વિવિધ ધર્મસ્થાનકોએ પ્રાર્થના કરવામાં આવશે લોકોનું સર્વ પ્રકારે મંગલ થાય તેવા ઉદેશ્યથી આ યાત્રા નીકળી રહી છે. આ પદયાત્રા દરમ્યાન માર્ગમાં આવતા ગામોમાં ખાટલા બેઠકો,ગ્રુપ મીટીંગોનું આયોજન થશે જેમાં લોક ઉપયોગી માહિતીઓ આપવામાં આવશે તે ઉપરાંત વ્યસનમુકિત, સાપ્રદાયિક સમભાવ વિગેરે બાબતે જનજાગરણ થાય તેવા આયોજનો પણ કરાશે. આ પદયાત્રા જયાં રાત્રિરોકાણ કરશે ત્યાં સાંસ્કળતિક કાર્યક્રમો, લોક ડાયરાઓનુ આયોજન પણ રાખવામાં આવ્યુ છે.જન કલ્યાણ શિવ વંદના પદયાત્રાઙ્ખ નો પ્રારંભ આવતી કાલે ભગવાન શિવના અનન્યધામ શ્રી ઘેલા સોમનાથથી સવારે ૭ વાગ્યે પૂજા-અર્ચના કરી ૭: ૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે. ત્યાથી આ યાત્રા આગળ વધીને ગોડલાધાર, માધવીપુર, ગઢડીયા(જસ)થી જસદણ, આટકોટ થઈ ખારચીયા(જામ) રાત્રી રોકાણ કરશે. તા.૨૭ ના રોજ સવારે સોમનાથ (પાટણ)મંદિરે ધ્વજારોહણ સાથે આ ૨૨૯ કી.મી. પદયાત્રાનુ સમાપન થશે.
જન કલ્યાણ શિવવંદના પદયાત્રા સંદર્ભે પ્રજાજનોમાં અત્યંત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રામાં જોડાવા માટે મોટી સંખ્યામાં યાત્રિકોએ નોંધ કરાવેલ છે.માર્ગમાં આવતાં ગામોમાંથી પણ અનેક ગ્રામજનો આ યાત્રામાં સામેલ થવાના છે, યાત્રાનાં સ્વાગત માટે ગામેગામ જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે.
જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનો રૂટ
તા. ૨૦ ડિસેમ્બરે વહેલી સવારે ઘેલા સોમનાથથી સવારે ૭:૦૦ વાગ્યે પૂજા-અર્ચના કરી ૭:૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે. ત્યાંથી આ યાત્રા ગોડલાધાર, માધવીપુર, ગઢડીયા(જસ)થી જસદણ, આટકોટ થઈ ખારચીયા(જામ) રાત્રી રોકાણ કરશે.તા.૨૧ ડિસેમ્બરના રોજ પદયાત્રા ખારચીયા (જામ)થી નીકળી મોટા દડવા, નાના માંડવા, રામોદ, ઘોઘાવદર થઈ ગોંડલ રાત્રી રોકાણ કરશે. તા.૨૨મીએ આ પદયાત્રા ગોંડલથી જામવાડી, ચોરડી, ગોમતા પાટીયા, વિરપુર, પીઠડીયા થઈ જેતપુર રાત્રી રોકાણ કરશે. તા.૨૩મીએ પદયાત્રા જેતપુરથી નીકળી જેતલસર, ચોકી, વડાલ થઈ જુનાગઢ શહેર પસાર કરી જૂનાગઢ રાત્રિ રોકાણ કરશે. તા.૨૪મીએ આ પદયાત્રા જુનાગઢથી નીકળી વંથલી, કણજા, માણેકવાડા થઈ અગતરાય રાત્રિ રોકાણ કરશે. તા.૨૫મીએ,આ પદયાત્રા કેશોદ, સોંદરડા, પાણીધ્રા થઈ ભંડુરી, રાત્રિ રોકાણ કરશે. તા.૨૬મીએ રોજ ભંડુરીથી નીકળી સુપાસી થઈ વેરાવળ થઈ ભગવાન શ્રી સોમનાથના ધામ સોમનાથ પહોંચશે. તા.૨૭મીએ સવાર પાટણના શ્રી સોમનાથ મંદિરે ધ્વજારોહણ સાથે આ ૨૨૯ કિ.મી. પદયાત્રાનું સમાપન થશે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
