હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
આણંદમાં આરોગ્ય સાથે છેડછાડ કરતા નકલી તબીબો સામે તવાઈ :ગામડી ગામેથી અને ઈસ્માઈલ નગરમાંથી બોગસ તબીબ ઝડપાયા
બંને આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના હતા:ડિગ્રી વગર જ ડૉક્ટરની પ્રેક્ટિસ ચલાવતા હતા. LCBએ બે દિવસમાં આ બે ઝોલાછાપ તબીબોને પકડ્યા

આણંદમાં આરોગ્ય સાથે છેડછાડ કરતા નકલી તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગામડી ગામેથી 5 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ અને ઈસ્માઈલ નગરમાં 3 વર્ષથી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો અન્ય તબીબ ઝડપાયા છે. બંને આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના હતા અને ડિગ્રી વગર જ ડૉક્ટરની પ્રેક્ટિસ ચલાવતા હતા. LCBએ બે દિવસમાં આ બે ઝોલાછાપ તબીબોને પકડ્યા અને આરોગ્ય અધિકારીની સહાયથી તપાસ દરમિયાન તેમના નકલી તબીબી પ્રવૃત્તિનો ભાંડો ફૂટ્યો. બંને તબીબો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
