હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
કોંગ્રેસને પોતાના શાસનમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ યાદ ન આવ્યા ?
મનરેગા નામના વિવાદ અંગે નરહરિ અમીનનો સવાલ

રાજકોટ તા. ૧૯: ‘મનરેગા' યોજનાના નામ બદલવા સામે કોંગ્રેસે કરેલા વિરોધને અનુલક્ષીને ભાજપના રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને કોંગ્રેસને આકરો સવાલ પૂછયો છે.
શ્રી નરહરિ અમીને જણાવેલ કે કોંગ્રેસના લોકોએ વિચારવું જોઇએ કે ભારતને આઝાદી અપાવવામાં ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલનું યોગદાન હતું. કોંગ્રેસને પોતાનું શાસન રહ્યું ત્યાં સુધી આ બન્ને યાદ ન આવ્યા? સ્ટેચ્યુ ઓફ યુનિટિનું નિર્માણ ભાજપે કરાવેલ. ગાંધી આશ્રમના પુનઃ નિર્માણનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કરાવી રહ્યા છે. જે જવાબદારી કોંગ્રેસની હતી તે નરેન્દ્રભાઇ પૂરી કરી રહ્યા છે. કોંગ્રેસવાળા માત્રા રાજકીય નિવેદનો કરી રહ્યા છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
