<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

આબુમાં ઠંડીનો પારો ગગડતા ગુજરાતી પ્રવાસીઓને જલ્‍સો!

આવા વાતાવરણમાં મનાલી છોડો અહીં જ અવાય‘ફરવાની બહુ મજા આવશે ': પ્રવાસીઓ

 

માઉન્‍ટ આબુ, તા.૧૯: ગુજરાતીઓના સૌથી મનપસંદ માઉન્‍ટ આબુમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. આ સાથે શીતલહેર પણ ફૂંકાઈ રહ્યા છે. ગુરુવારે રાતે માઉન્‍ટ આબુનું તાપમાન માઇનસ બે ડિગ્રી પર પહોંચી ગયું હતું. તાપમાનનો પારો એકદમ નીચે જતાં વાહનો અને ખુલ્લા બગીચાઓમાં બરફની પરત જામી ગઈ હતી. હાલ ત્‍યાં ફરી રહેલા ગુજરાતના પ્રવાસીઓએ તો એમ પણ કહી દીધું કે, મનાલી છોડો અત્‍યારે તો માઉન્‍ટ આબુમાં જ ફરવા જવાય.શિયાળામાં રાજસ્‍થાનના કાશ્‍મીર તરીકે ઓળખાતા માઉન્‍ટ આબુમાં તાપમાન નીચું નોંધાતા પ્રવાસીઓને હવામાનનો અલગ જ અનુભવ થઈ રહ્યો છે. અરવલ્લીની સૌથી ઊંચી ચોટી ગુરુ શિખર પર લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે. અનેક પ્રવાસીઓ નીચા ગયેલા તાપમાનની મજા માણી રહ્યા છે. જેમાં સવારના સમયે પોલો ગ્રાઉન્‍ડમાં ઝાકળ બરફમાં રૂપાંતરિત થયેલી જોવા મળી હતી.માઉન્‍ટ આબુમાં હાલ કડકડતી ઠંડી અને શીતલહેરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપમાનનો પારો ગગડીને -૨ ડિગ્રી સુધી પહોંચી જતાં ખુલ્લા બગીચાઓ અને પાર્ક કરેલી ગાડીઓ પર બરફની ચાદર છવાઈ ગઈ છે.ખાસ કરીને ગુજરાતથી આવેલા પર્યટકો મોટી સંખ્‍યામાં માઉન્‍ટ આબુ ઉમટી પડ્‍યા છે અને નખી તળાવ પર ઠંડીના આ અદભૂત નજારાની મજા માણી રહ્યા છે. હાલ આબુના આ કુદરતી વાતાવરણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.વડોદરાના એક મહિલા પ્રવાસીએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, ગુરુવારે રાતે અહીં માઇનસ બે ડિગ્રી તાપમાન થઈ ગયું હતું. આજે સવારે અમે જ્‍યારે ઊઠ્‍યા ત્‍યારે કાર પર બરફની પરત બની ગઈ હતી અને હવામાન એકદમ ઠંડું થઈ ગયું હતું. મનાલી છોડો અને અત્‍યારે આબુમાં આવી જાવ, ફરવાની બહુ મજા આવશે.(૨૩.૨૬)

(2:53 PM IST)