<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

રાજકોટ - ભાવનગરને જોડતા ૪પ.૯૦ કિ.મી.ના રોડના નવીનીકરણ માટે રૂા. ૧૯૩ કરોડ મંજુર

ભાનુબેન બાબરીયા દ્વારા મુખ્‍યમંત્રીને સફળ રજુઆત

રાજકોટ, તા. ૧૯ : રાજકોટથી ભાવનગર સુધી જોડતા રાજયના હાઇસ્‍પીડ કોરીડોર નેટવર્કમાં સમાવિષ્‍ટ રાજય ધોરીમાર્ગ નં. રપ પૈકી રાજકોટથી કસ્‍તુરબાધામ, અણીયારા, સરધાર, હલેન્‍ડા અને ખારચીયાથી આટકોટ સુધીના ગામોને જોડતા રોડ રસ્‍તાઓની સ્‍થિતિ સુધારવાની તાતી જરૂરિયાત હોવાથી તેમજ સ્‍થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી. તેથી સ્‍થાનિક પ્રજાજનોએ આ ખરાબ રસ્‍તાઓને કારણે ઘણી બધી મુશ્‍કેલી પડતી હતી તેથી ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ રસ્‍તાઓના નવીનીકરણ, મજબુતીકરણ તેમજ સી.સી. રોડ બનાવવા ધારાસભ્‍ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.

ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયાએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને રજુઆત કરતા રાજકોટ ભાવનગર રોડને જોડતો રસ્‍તાના રીસરફેસિંગ, સી.સી. રોડની કામગીરી માટે અંદાજે ૪પ.૯૦ કિ.મી.ના રોડના નવીનીકરણ માટે રૂા. ૧૯૩ કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપી છે.

રાજકોટ - ભાવનગરને જોડતા આ માર્ગોના નવીનીકરણની મંજુરી મળતાં રાજયના મહત્‍વના જિલ્લા રાજકોટ, ભાવનગર તેમજ અમરેલીના રસ્‍તાનું જોડાણ સુગમભર્યું બનશે તથા વાહનચાલકોને આરામદાયક, સુરક્ષિત તેમજ સલામત અને ઝડપી વાહનવ્‍યવહાર પ્રાપ્ત થશે. તેમજ સૌરાષ્‍ટ્રના આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે તેમ ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યું હતું.

(3:29 PM IST)