<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

કેવી ટીમ સ્‍પીરીટ !! : બીજાંની હદ હોવા છતાં નરસિંહમાં કોમાર, ડીસીપી હરપાલસિંહ રાઠોડ સહિત ક્રાઇમ બ્રાન્‍ચ ગુન્‍હો ઉકેલી નિરાંતનો શ્વાસ લીધેલ

ગૃહમંત્રી સહિત આખા ગુજરાતને હચમચાવી નાખનાર ૧૬ વર્ષની નિર્દોષ સાથે ગેંગરેપની ઘટનાના આરોપીઓ ૪૮ કલાકમાં ઝડપનાર વડોદરા પોલીસને ઇનામથી વિભૂષિત કરતાં ગૃહમંત્રી : ટીમ સ્‍પ્રિટનું બીજું ઉદાહરણ, ખુદ હર્ષભાઈ સંઘવીએ રાજકોટમાં એ સમય આપતા જણાવેલ કે, સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે મને વડોદરા પોલીસ આપને ગણતરીના કલાકોમા આરોપીઓ પકડીને જાણ કરશે તેવી દૃઢતાથી ખાતરી આપ્‍યાનું જણાવેલ : રાજકોટ સાથે કનેક્‍શન ધરાવતા હરપાલસિંહ રાઠોડ પ્રશસ્‍તિ પત્રથી નવાજવા સાથે પીઆઇ આર જી.જાડેજાને ૭૫૦૦૦ અને પી. એમ. ધાકડાને ૫૦ હજાર ઇનામ સહિત ૧૭ને ઇનામ જાહેર

રાજકોટ તા. પોલીસ ધારે તો શું ન કરી શકે એવો ઇન્‍ડિયન ફિલ્‍મમાં શન્ની દેવોલ કે જે ડીસીપી આઝાદની ભૂમિકા ભજવે છે તેવો સંવાદ બોલ્‍યા હતા, આ ડાયલોગને વાસ્‍તવમાં ફેરવવાનું કાર્ય યોગાનુયોગ તત્‍કાલીન ઇન્‍ચાર્જ ડીસીપી હરપાલસિંહ રાઠોડ ટીમ દ્વારા આ બનાવ વડોદરા ગ્રામ્‍યની હદનો હતો પરંતુ વડોદરા પોલીસ  હદના વડામાં અટવાયા વગર એક દીકરી સાથેના દુષ્‍કર્મની નવરાત્રી જેવા પવિત્ર તહેવારની ઘટના હોવાથી સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા પોલીસ કમિ‘ર નરસિંહમાં કુમારની આગેવાની હેઠળ મેદાને ઉતરી ૧૧૦૦ જેટલા CCTV ૪૮ કલાકમાં ચેક કરી ઝડપી લીધેલ, એ વખતે હોમ મિનિસ્‍ટર હર્ષભાઈ સંઘવી રાજકોટ આવેલ, અને આ ઘટનાથી ખૂબ દુઃખી બનેલ, એ સમયે સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે વડોદરા પોલીસ વતી ખાતરી આપી હતી કે આપ નિ?તિ રહો વડોદરા પોલીસ ગણતરીના કલાકોમાં યુપીના વિધર્મી આરોપીઓ પકડી તે ખો ભૂલી જાય તેવી સરભરા કરશે, અનુપસિંહ ગેહલોત સાથેની આ વાતચીત તેમણે રાજકોટમાં જાહેર કરેલ, આમ આવી ઘટનામાં સહુ સાથે છે એવું ખરા અર્થમાં પ્રતિપાદિત કરાવેલ જેના ફળ સ્‍વરૂપે આખી ટીમને ઈનામ આપવામાં આવ્‍યા છે.

આ કમનશીબ ઘટના ૨૦૨૪ને વડોદરા ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ ભાયલી ગામે ૧૬ વર્ષની યુવતી સાથે ઘટેલી, આરોપીઓ ફોન સાથે લેતા ગયેલ જેથી એ માસુમ કોઈને ફોન ન કરી શકે, પોલીસ કમિશનર નરસિંહમા કોમાર તત્‍કાલીન ડીસીપી હરપાલસિંહ રાઠોડ અને ક્રાઈમ બ્રાન્‍ચ ટીમ સાથે ઘટના સ્‍થળે પોહચી ૭ ટીમો બનાવેલ. જે માસૂમનો ફોન આરોપી સાથે લેતા ગયેલ, તે ફોન પર તેની માતાએ પ્રયત્‍ન કરતો આરોપીએ ભૂલથી રીસીવ કરેલ, અને ફોનમાં પાછળથી ઢોલનો અવાજ સાંભળતો હોવાનું જણાવતા, તુરંત લોકેશન ટ્રેસ કરી ક્રાઇમ બ્રાન્‍ચે તમામ આરોપીને પકડી આગવી ઢબે પગ લંગડાઈ તે રીતે સરભરા કરેલ.  વ્‍યથિત મુખ્‍ય મંત્રીએ તે સમયે તમામને ઈનામો આપવાની જાહેરાત કરેલ તે મુજબ જે ઈનામો આપવામાં આવ્‍યા છે તે આ મુજબ છે. 

(6:16 PM IST)