તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
ડાંગ જિલ્લામાં ભાજપને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની કોગ્રેસ પાર્ટીમાં કરી ઘર વાપસી
સુબિર તાલુકામાંથી 30 જેટલા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પાર્ટીને રામ રામ કર્યા

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં ભાજપને ઝટકો પડ્યો છે. સુબિર તાલુકામાંથી 30 જેટલા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પાર્ટીને રામ રામ કર્યા છે. અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેશ પહેરી કરી ઘર વાપસી કરી હતી. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની આગેવાનીમાં ભાજપ છોડીને કોગ્રેસ પાર્ટીમાં ઘર વાપસી કરી છે , જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ડાંગ ભાજપને મોટો ઝટકો પડ્યો હોવાનું કોંગ્રેસનું કહેવું છે
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
