હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
નવસારીના વીરાવળ ગામે જમીન સંપાદન મુદ્દે પારસી સમાજનો ઉગ્ર વિરોધ
જમીન સંપાદનની પ્રક્રિયામાં 500 વર્ષ જૂની પવિત્ર સ્મશાન ભૂમિની જમીન પણ સામેલ થતી હોવાના કારણે પારસીઓમાં રોષ ફેલાયો

નવસારીના વીરાવળ ગામે જમીન સંપાદન મુદ્દે પારસી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભૂંગરવાડી નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા, 500 વર્ષ જૂની પવિત્ર સ્મશાન ભૂમિની જમીન પણ તેમાં સામેલ થતી હોવાના કારણે પારસીઓમાં રોષ ફેલાયો છે. પારસી સમાજનો આક્ષેપ છે કે અગાઉ તેઓ સ્વેચ્છાએ જમીન આપી ચૂક્યા છે, છતાં હવે વધુ જમીન માગવામાં આવી રહી છે. પવિત્ર સ્મશાનની જમીન સંપાદિત ન કરવામાં આવે તેવી માગ સાથે પારસી સમાજ દ્વારા સંબંધિત સત્તાધીશો પાસે અરજી કરવામાં આવી છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
