<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા

હવામાન વિભાગ મુજબ આવનારા 48 કલાક પછી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે

અમદાવાદ :રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 48 કલાક પછી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. વિભાગના જણાવ્યા મુજબ 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જો કે આગામી 48 કલાક સુધી વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.

(9:34 PM IST)