<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી કચેરીના અધિકારી લાંચ લેતા ઝડપાયા:આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પણ ધરપકડ

સહકારી મંડળીની નોંધણી અંગેનું પ્રમાણપત્ર આપવાની કાર્યવાહીના અવેજ પેટે ₹25,000 ની લાંચ માંગી હતી રકઝક ના અંતે 20,000 ની લાંચ આપવા નક્કી થયું હતું

સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ-3ના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા છે આની સાથેસાથે  આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરત એસીબી દ્વારા રૂપિયા 20,000 ની લાંચ લેતા ત્રણેયને ઝડપી પાડ્યા છે. જિલ્લા સેવાસદન 2 માં આવેલ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર ઘૂઘાભાઈ દુલાભાઈ ગોહિલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ વારીસ અહમદ શેખ, આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ મુકેશ ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે.  

  ફરિયાદીએ સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરી હતી. જે નોંધણી અંગેનું પ્રમાણપત્ર આપવાની કાર્યવાહીના અવેજ પેટે ₹25,000 ની લાંચ માંગી હતી. રકઝક ના અંતે 20,000 ની લાંચ આપવા નક્કી થયું હતું. ફરિયાદીએ સુરત એસીબી નો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકાનું આયોજન કરાયું હતું. ઓડિટર દ્વારા ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટને મળવા જણાવ્યું હતું. ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટએ ટેલીફોનિક વાતચીત કરી કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ આપવા જણાવ્યું હતું. જે લાંચ લેતા એસીબીએ કોમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડ્યો. વધુ કાર્યવાહી સુરત એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

(9:35 PM IST)