<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

નર્મદા જિલ્લા બાર એસોસિએશન ની ચૂંટણી : એડવોકેટ વંદના ભટ્ટ સતત 12 મી વાર પ્રમુખ પદે વિજેતા બન્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી રાજપીપળા જિલ્લા ન્યાયાલય ખાતે બારરૂમ માં યોજાઈ હતી. આ યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે એડવોકેટ વંદના ભટ્ટ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. વંદના ભટ્ટ છેલ્લા અગિયાર  વર્ષથી સતત પ્રમુખ પદે સેવારત રહી બાર એસોસિએશનને માર્ગદર્શન આપી રહ્યા છે. અને હાલ બારમી વાર તેઓ જીત્યા છે. અને પોતાનોજ રેકોર્ડ તોડ્યો છે.તેમની સાથે મંત્રી  (Secretary) પદે આદિલ પઠાણ પણ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે.

આ સાથે ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી જેમા કુલ 135 મતદારો માંથી 112 મતદારો મતદારો એ  મતદાન કર્યું હતું, મતગણતરી બાદ અશ્વિન રોહિત ને 41 મત અને પ્રમોદ વસાવા ને 69 મત મળ્યા હતા જ્યારે 2 મત રદ થયા હતા.

(11:02 PM IST)