હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
નર્મદામાં નેશનલ હાઇવે રોડ નં-૫૬ માં ભ્રષ્ટાચાર..,?
ડામરનો રોડ ખરાબ હોવાના કારણે થયેલા અકસ્માતમાં યુવાન ગંભીર ઇજાગ્રસ્ત

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં અનેક રસ્તાઓ ના કામ માં ભ્રષ્ટાચાર થયા હોવાની વારંવાર ફરિયાદ સામે આવે છે જેમાં ખાસ કરીને રોડ, રસ્તાની તકલાદી કામગીરીમાં વાહન ચાલકો ભોગ બનતા હોય છે જેમાં હાલ માં નર્મદા જિલ્લાના નેશનલ હાઈવે રોડ નંબર 56 ખરાબ હોવાના કારણે એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે
મળતી માહતી મુજબ પ્રવિણકુમાર ઉદયકાંત ઝા ( ઉ.વ.૨૮ )( રહે.ગોરા,કોલોની તા.ગરુડેશ્વર જી.નર્મદા )નાઓ પોતાની મોટર સાઇકલ નં. GJ 22 L 2324 ની લઇને કેવડીયા થી રાજપીપળા જતા હતા તે વખતે વાંસલા ગામ નજીક નેશનલ હાઇવે રોડ નં-૫૬ ડામરનો રોડ ખરાબ અને ખાડાવાળો હોવાના કારણે તેમની મો.સા.નુ સંતુલન બગડી જતા ત્યાજ રોડ ઉપર નીચે પડી જતા તેમને ગંભીર ઇજાઓ થતા ગરૂડેશ્વર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. .
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
