<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ગંભીરપુરા ગામના આધેડ વ્યક્તિએ સોડા સમજી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: તિલકવાડા તાલુકાના ગંભીરપુરા ગામના આધેડ વ્યક્તિએ ભૂલમાં સોડા સમજી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું
      મળતી વિગતો અનુસાર મરનાર રમણભાઈ શાંતીભાઇ ભીલ (ઉ.વ.૭૫ )( રહે.ગંભીરપુરા તા.તિલકવાડા જી-નર્મદા)  નાઓને ગઈ તા-૧૬/૧૨/૨૦૨૫ ના દિવસે પોતાના ઘરમાં તિજોરીના ખાનામાં મુકેલ ઝેરી દવાને સોડા સમજીને ભુલથી પી જતા પ્રથમ સારવાર તિલકવાડા સરકારી દવાખાનામાં કરી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવીલ હોસ્પીટલમાં દાખલ કરાવામાં આવેલ અને સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટર એ તેમને મૃત જાહેર કરતા તિલકવાડા પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:02 PM IST)