<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

સાગબારાની નવાપાડા ચેક પોસ્ટ પરથી પોલીસે ૪.૮૮ લાખના વિદેશી દારૂના મુદામાલ સાથે બેને ઝડપી લીધા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની નવાપાડા ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે અંગ્રેજી દારૂના મોટા જથ્થા સાથે બે શખ્શોને ઝડપી લીધા છે

      મળતી માહિતિ અનુસાર સાગબારા પોલીસ મથકના પીએસઆઈ જે.એમ. લટા એ આપેલી ફરિયાદ મુજબ સાગબારા પોલીસે બાતમીના આધારે નવાપાડા પોલીસ ચેક પોસ્ટ પર વોચ રાખી સ્વિફ્ટ ગાડી માંથી (૧) કિશોર શિવાનંદ ચૌધરી (ઉ.વ.૫૦ ) (રહે.મેઇન રોડ ખાપર, તા.અકકલકુવા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) તથા (૨) નરેશભાઇ મીઠારામ પાડવી (ઉ.વ.૪૦) ( રહે.બસ સ્ટેન્ડ રોડ ખાપર, તા.અકકલકુવા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને તેઓના કબ્જાની સ્વીફટ ડીઝાયર ગાડી નંબર GJ 16 AP 2112 માં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કીના પ્લા.કવાટરીયા નંગ-૧૩૯૨ જેની કિંમત રૂ.,૭૮,૪૦૦/- નો પ્રોહી. મુદ્દામાલની હેરાફેરી કરતા સ્વીફટ ડીઝાયર ગાડી-૦૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪.૮૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે બંને ને પકડી પાડ્યા હતા અને બંને વિરુદ્ધ ઝડપી ગુનો દાખલ કર્યો છે.

(11:19 PM IST)