News of Friday, 19th December 2025
નાંદોદના ફુલવાડી ગામના પુલ નીચેથી સ્વિફ્ટ ગાડી સાથે રૂ.૫.૭૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનો ફુલવાડી ગામના પુલ નીચેથી લાખોનો દારૂ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી,નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો રાજપીપળા વિસ્તારના ફુલવાડી ગામ બાજુ પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન અ.પો.કો વિરલભાઈ કંચનભાઈ એલ.સી.બીનાઓને મળેલ ખાનગી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ફુલવાડી ગામના પુલની નીચે હુનજીભાઇ સેંગાભાઇ વસાવા (રહે.જંતર તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ તથા અન્ય બે અજાણ્યા શખ્શો પોલીસને જોઈ તેઓ ઝાડી ઝાખરામાં થઈ નાશી ગયેલ આ જગ્યા પરથી એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર મળી જેની કુલ કિ.રૂ.૧,૭૩,૪૮૦ તથા એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી કિ.રૂ ૪,૦૦,૦૦૦ તથા એક મોબાઈલ ફોન જેની કિ.રૂ ૫૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૭૮,૪૮૦-સાથે પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો
આ ગુના મા હુનજીભાઇ સેંગાભાઇ વસાવા (રહે.જંતર તા.ગરૂડેશ્વર જી.નર્મદા ) નાઓ તથા અન્ય બે અજાણ્યા શખ્શને વોન્ટેડ જાહેર કર્યા છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
