<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

અંબાજીમાં યોજાઈ અનોખી શાષાીય સ્‍પર્ધા : ૭૦૦થી વધુ ઋષિકુમારોએ લીધો ભાગ

વેદો અને શાષાોની જાળવણી થાય અને સંસ્‍કળત ભાષા પ્રત્‍યે વિદ્યાર્થીઓમાં રુચિ કેળવાય એ હેતુ : વ્‍યાકરણ, જ્‍યોતિષ સહિતનાં શાષાોનાં ભાષણ, કંઠપાઠની સ્‍પર્ધા યોજાઈ

અંબાજી, તા.૨૦: વેદો અને શાષાોની જાળવણી થાય અને સંસ્‍કળત ભાષા પ્રત્‍યે વિદ્યાર્થીઓમાં રુચિ કેળવાય એ હેતુથી ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્‍તિપીઠ અંબાજીમાં સંસ્‍કળત શાષાોની પરંપરાને ઉજાગર કરતી રાજ્‍ય સ્‍તરની શાષાીય સ્‍પર્ધાનું આયોજન થયું હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાત સંસ્‍કળત પાઠશાળા શિક્ષક મંડળના નેજા હેઠળ અંબાજીમાં આવેલી અંબિકા સંસ્‍કળત મહાવિદ્યાલયના યજમાનપદે યોજાયેલી રાજ્‍યસ્‍તરીય આ સ્‍પર્ધામાં વ્‍યાકરણ, જ્‍યોતિષ સહિતનાં શાષાોના ૩૬ જેટલા વિષયોમાં ભાષણ, શલાકા અને કંઠપાઠ સહિતની વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ હતી. ગુજરાતમાં આવેલા જુદાંપ્રજુદાં સંસ્‍કળત મહાવિદ્યાલયોમાં અભ્‍યાસ કરતા ૭૦૦થી વધુ ઋષિકુમારો, ૧૫૦થી વધુ માર્ગદર્શકો, વિષયનિષ્‍ણાત નિર્ણાયકો, અધ્‍યાપકો તથા પ્રધાનાચાર્યોની ઉપસ્‍થિતિમાં સ્‍પર્ધા યોજાઈ હતી. પહેલા ત્રણ ક્રમે આવેલા વિજેતાઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયેલી આ સ્‍પર્ધા દરમ્‍યાન રાષ્‍ટ્ર કલ્‍યાણ અર્થે સહસ્ર ચંડીયજ્ઞ કરવામાં આવ્‍યો હતો જેમાં વેદપાઠ અને સ્‍તુતિઓથી વાતાવરણ અલૌકિક બન્‍યું હતું.(

(11:32 AM IST)