તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 20th December 2025
૨૫૦ કરોડનો ફ્રોડઃ ૧૦ વર્ષથી વોન્ટેડ સૂત્રધારને આખરે ઓરિસ્સાથી સુરત પોલીસ ઉપાડી લાવી
ઓરિસ્સામાં ૧૦૦૦ કરોડનો ફ્રોડ કરનારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના સામાન્ય લોકોને શીશામાં ઉતારતા ઓપરેશન વોન્ટેડમા સીપી અનુપસિંહ ગ્રહલોતે ટોપ પ્રયોરીટી આપવા આદેશ કરેલો : ૨૫ ટકા સુધીના વ્યાજની લાલચમાં લોકો ફસાયેલઃ પાંચ પાંચ ગુન્હા છતાં વોન્ટેડ, જોઇન્ટ સીપી વાબાગ ઝમીર, ડીસીપી કાનન દેસાઈ, ઉધના પીઆઇ એસ.એન. દેસાઇ, પીઆઇ જે. એસ. ઝાંબર અને પીએસઆઇ એમ. કે ઈશારાણીના નેતૃત્વ હેઠળની ટીમની જહેમત ફળી

રાજકોટ, તા.ર૦: ઓરિસ્સામાં ૧૦૦૦ હજાર કરોડનું અને દક્ષિણ ગુજરાતમાં ૨૫૦ કરોડનું કૌભાંડ આચરનાર ઓસ્કાર મેનેજમેન્ટ કંપનીના ચેરમેન રામેશ્વર પ્રસાદની પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરૂ થયેલ ઓપરેશન વોન્ટેડ અભિયાન અંતર્ગત સુરતના ઉધના પોલીસે ધરપકડ કર્યાનું પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન. દેસાઈએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
આ કામના આરોપીઓએ પોતાની ‘ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લી' નામની કંપનીની બ્રાંચ ઉંઘના એસ/૧૮ એમ્યુનીટી સેન્ટર બસ સ્ટેન્ડ ઉંઘના ખાતે ખોલી ફરીયાદીશ્રી તથા સાહેદોને પોતાની કંપનીમાં અલગ-અલગ સ્કીમો જેમ કે તેમની કંપની ડેઇલી સ્કીમમા રૂપિયા રોકાણ કરવાથી એક વર્ષ માટે ૩.૭૫% વ્યાજ તથા બે વર્ષ માટે ૯.૭૫% વ્યાજ તથા ફિક્ષ ડીપોઝીટમા બે વર્ષ માટે ૧૬% વ્યાજ તથા ૩ વર્ષ માટે ૨૫% વ્યાજ તેમજ ફીક્ષમાં સાડા છ વર્ષે ડબલ રૂપિયા થવાની સ્કીમો આપી તેઓની કંપની સિવાય અન્ય કોઇ કંપનીમા રોકાણ પર પોતાની કંપનીથી વધુ કોઇ કંપની નફો આપતી ન હોય તેવો વિશ્વાસ અને ભરોસો અપાવી ફરીયાદીશ્રી તથા સાહેદો પાસેથી પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી કુલ્લે રૂપિયા ૬,૮૫,૦૯,૪૯૩/- મેળવી લઇ છેતરપીંડી તથા વિશ્વાતઘાત કરેલ હોય જે બાબતે ઉધના પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૭૧/૨૦૧૫ ઈ.પી.કો. કલમ-૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.
ઉપરોક્ત સુચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એસ.એન. દેસાઈ સાહેબ તથા II પો.ઇન્સ.શ્રી જે.એસ. ઝાંબરે સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ.શ્રી. એમ.કે. ઇશરાણી નાઓના નેતળત્વમાં સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો. સન્મુખભાઇ રણછોડભાઇ તથા અ.પો.કો.ગોપાલભાઇ લાલજીભાઈ નાઓએ ટેક્રીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસના આધારે સદર ગુનામા છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપી ‘ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લી- ના ચેરમેન રવિન્દ્રપ્રસાદ પાનુચરણ સ્વાઈ ઉ.વ.૫૧ ધંધો.નોકરી રહે રાધાકાંટા શેરી ઓલ્ડ બ્રહમપુર પોસ્ટે. નબીન ગંજામ (ઓડીસ્સા) મુળ રહે, ગામઃ બાભરડા, તા.પોલાસરા જી.ગંજામ (ઓડીસ્સા) નાઓને ઓડીસ્સા ખાતેથી પકડી પાડી ખુબ જ સારી અને પ્રશંસનિય કામગીરી કરેલ છે.
સેકટર વડા વાંબાગ ઝમીર, ડીસીપી કાનન દેસાઈ વગેરેના માર્ગદર્શન નીચે આ કાર્યવાહી થયેલ. પોલીસ કમિશનર દ્વારા સંખ્યાબંધ લોકોની મરણમુડી જેવી રકમના ૫ ગુન્હાના આરોપીને શોધવા ખાસ સૂચના અપાયેલ.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
