<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

બોટાદમાં જગતજનની મા ઉમિયાના દિવ્‍ય રથનું પરિભ્રમણ પૂર્ણઃ ૨૧ ડિસેમ્‍બર રવિવારે ભવ્‍ય સમાપન સમારોહનું આયોજન

વિશ્વ ઉમિયાધામ - અમદાવાદ દ્વારા રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત યોજાયેલા રથ પરિભ્રમણનું ઉમાવિલા સોસાયટી ખાતે થશે સમાપનઃ પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલ અને આર.પી. પટેલ સહિતના અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિમાં શ્રદ્ધાનો સંગમ રચાશે

બોટાદઃ આધ્‍યાત્‍મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત જગતજનની મા ઉમિયાના આસ્‍થાને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે બોટાદ જિલ્‍લાના વિવિધ તાલુકાઓ અને ગામડાઓમાં ફરી રહેલા દિવ્‍ય રથનું પરિભ્રમણ હવે પૂર્ણાહુતિ તરફ છે. વિશ્વ ઉમિયાધામ - અમદાવાદ દ્વારા આયોજિત આ રથ પરિભ્રમણના ભવ્‍ય સમાપન સમારોહનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવ્‍યું છે.

સમાપન સમારોહની વિગતઃ બોટાદ જિલ્‍લાના વિવિધ વિસ્‍તારોમાં ભક્‍તિમય વાતાવરણ ઉભું કર્યા બાદ, આ દિવ્‍ય રથ પરિભ્રમણનો સમાપન સમારોહ ૨૧ ડિસેમ્‍બર, ૨૦૨૫ ને રવિવાર ના રોજ યોજાશે. આ કાર્યક્રમ બપોરે ૩ કલાકે બોટાદના પાળિયાદ રોડ પર આવેલી ઉમાવિલા સોસાયટી ખાતે રાખવામાં આવ્‍યો છે.

મુખ્‍ય મહેમાન અને ગરિમામય ઉપસ્‍થિતિઃ આ સમારોહમાં વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનના પ્રણેતા એવમ પ્રમુખ આર.પી. પટેલ અને ગુજરાત રાજ્‍યના પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલ મુખ્‍ય મહેમાન તરીકે ઉપરાંત

ડી.એન. ગોલ (ઉપપ્રમુખ - ચેરમેન, કેન્‍દ્રીય સંગઠન), દીપકભાઈ પટેલ (ઉપપ્રમુખ, VUF), વી.પી. પટેલ (ઉપપ્રમુખ, USA - VUF), કાંતિભાઈ પટેલ (ખજાનચી, VUF), પ્રવિણભાઈ બી. પટેલ (કો-ચેરમેન, કેન્‍દ્રીય સંગઠન), રસિકભાઈ પટેલ (ચેરમેન, ઉમા ટેમ્‍પલ કમિટી), ગૌતમભાઈ ધમસાણીયા (કો-ચેરમેન, કેન્‍દ્રીય સંગઠન), ટ્રસ્‍ટીઓ (VUF): કાનજીભાઈ કાનેટીયા, શાંતિભાઈ કુણપરા, જયંતિભાઈ પટેલ, નયનભાઈ ભૂવા, ગોપાલભાઈ એલ. પટેલ, સંકેતભાઈ કુણપરા

અન્‍ય અગ્રણીઓઃ વજુભાઈ ગોલ, જયવંતભાઈ ફિણવા, મનીષભાઈ ચાંગેલા (પત્રકાર-રાજકોટ), આર.જી. પટેલ, ખોડાભાઈ ઝાંબણીયા, દયાળભાઈ લાણિયા, વલ્‍લભભાઈ પટેલ, રમેશભાઈ ગોલ, ઈશ્વરભાઈ એન. માલવણ, આર. ડી. પટેલ, નારણભાઈ એ. પટેલ, કાનજીભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, ઠાકરશીભાઈ પટેલ, ચતુરભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ બોટાદ જિલ્‍લા રથ કમિટી અને સંગઠન ઉપસ્‍થિત રહેશે.

આ રથ પરિભ્રમણને સફળ બનાવવા માટે બોટાદ જિલ્‍લા રથ કમિટી અને બોટાદ જિલ્‍લા સંગઠન - VUF ની ટીમના  કમિટી સભ્‍યોઃ કિશોરભાઈ જી. ફતેપરા, શંકરભાઈ બી. ધોળું, કિશોરભાઈ સી. કાનેટીયા, અતુલભાઈ જે. પટેલ, ચિતનભાઈ બી. કાંજિયા, પાર્થભાઈ કે. જોધાણી, અરવિદભાઈ કે. કોરડીયા, કિશનભાઈ સી. બુટાણી, હિતેશભાઈ આર. પટેલ, ભરતભાઈ કે. ખંભાલિયા, જીગ્નેશભાઈ જે. ફતેપરા અને રમેશભાઈ જે. ખંભાલિયા મહિલા અગ્રણીઓઃ હંસાબેન કે. લાડોલા, કોકીલાબેન એમ. કોડિયા, હંસાબેન બી. કાંજિયા, દક્ષાબેન ડી. ચાવડા, રીમાબેન એસ. ખડસલીયા અને હેતલબેન એચ. ચાવડ મારું ઈંટદાન મા ના ચરણોમાં અભિયાન

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના ઉમિયા માતાજીના મંદિર માટે શ્રદ્ધાળુઓ રૂ. ૧૦૦૦/- નું ઈંટદાન આપી સહભાગી થઈ શકે છે. સંસ્‍થાનો સંપર્કઃ વિશ્વ ઉમિયાધામ-જાસપુર, એસ.જી. હાઈવે, અમદાવાદ. હેલ્‍પલાઈનઃ  ૯૧ ૭૨૦૨૦ ૮૦૨૨૨/૩૩૩

સ્‍થળઃ ઉમાવિલા સોસાયટી, પાળીયાદ રોડ, બોટાદ.

(11:49 AM IST)