News of Saturday, 20th December 2025
સરકાર અને નાગરિકો વચ્ચે વહીવટી તંત્ર સેતુઃ મેહુલ દવે
સસ્તા અનાજની દુકાને જઇ લાભાર્થીઓને મળતા કલેકટર

ગાંધીનગર, તા. ૨૦: શહેરથી માંડી અંતરિયાળ ગામડાઓ સુધી વિકાસની લહેરખી પહોંચી છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ,વિકસિત ભારત ૨૦૪૭ નું જે સ્વપ્ન સેવ્યું છે,તે વિકસિત ભારતની પરિકલ્પના સાકાર કરવા સરકાર વિવિધ યોજનાઓ થકી સુવિધા,સુખાકારી અને સમળદ્ધિ લઈ નગરજનોના ઘર આંગણે પહોંચી છે.
ત્યારે આ યોજનાઓ અને સુવિધાઓ નાગરિકો સુધી યોગ્ય રીતે પહોંચે અને નાગરિકોને ઉચ્ચ જીવન ધોરણ મળવા સાથે વ્યાપાર ,રોજગાર મળે અને તેઓ વિકસિત ભારતમાં સહભાગી થઈ શકે, તે સુનિヘુિત કરતા જિલ્લા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રૂબરૂ જઈ આ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ગઇકાલે કલેકટરેશહેરી વિસ્તારના કોલવડા તથા રાંધેજા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત કલેકટર શ્રી એ રાંધેજા ખાતે સસ્તા અનાજની દુકાને રૂબરૂ મુલાકાત કરી ઉપસ્થિત લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો, તથા અનાજ વિતરણ વ્યવસ્થા ચકાસણી પણ કરી હતી.
આ તકે કલેકટર શ્રી મેહુલ દવેએ જણાવેલ છે કે, સરકાર અને નાગરિકો વચ્ચે વહીવટી તંત્ર એક સેતુ સમાન છે. જેનું કાર્ય સરકારના યોજનાકિય લાભો જરૂરતમંદો સુધી પહોંચાડવાનું છે. આ લાભો જરૂરત મંદો સુધી યોગ્ય રીતે, યોગ્ય સમયે પહોંચે છે કે કેમ, તેનું ધ્યાન રાખવું પણ ખૂબ જ અગત્યનું છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
