News of Saturday, 20th December 2025
ભરૂચમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપ
ભૂકંપનું કેન્દ્ર ભરૂચથી અંદાજે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું

રાજકોટ તા.૨૦ : ગુજરાતમાં ફરી એકવાર ભૂંકપનો આંચકો અનુભવાયો છે. વાસ્તવમાં ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આજે સવારે લગભગ 4.56 વાગ્યાની આસપાસ લોકોને ધરતી હળવી ધ્રૂજી હોવાની અનુભૂતિ થઈ હતી. આ કારણે કેટલાક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ભરૂચથી અંદાજે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી છે, જે હળવી ગણાય છે. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી ભૂકંપથી કોઈ જાનમાલના નુકસાન થયાનું સામે આવ્યું નથી.
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
