News of Saturday, 20th December 2025
એ. ડી. સી. બેંક ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન

રાજકોટ : સરદાર પટેલ સ્ડેડિયમ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંક અન્ડર-૧૯ (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં D.B.M.S. કાંકરીયા સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે પ્રથમ દાવામાં ૪૯.૨ ઓવરમાં૧૦ વિકેટે ૨૭૬ રન કર્યા હતાં. હર્ષરાજ રાઠોડે ૬ બોલમાં ૬ ફોર મારી હતી. D.B.M.S. કાંકરીયા સ્કૂલે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૧૪ રન કર્યાં હતાં. યક્ષ પટેલે ૧૦ ઓવરમાં ૩૭ રન આપીને ૨ વિકેટ લોધી હતી, શીવમ પટેલે ૧૦ ઓવરમાં ૨૫ રન આપીને ૧ વિકેટ લીધી હતી અને સ્મીત દેસાઇએ ૯ ઓવરમાં ૨૯ રન આપીને ૧ વિકેટ લીધી હતી. ચેમ્પિયન થવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વરૂણ અમીન, સંસ્થાનાં સી.ઇ.ઓ. ભગવત અમીને સમગ્ર ટીમને અને કોચ નીલ ભાવસારને અભિનંદન પાઠવ્યા હતાં.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
