<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

અમદાવાદના અસલાલીમાં એક યુવક પર ફાયરિંગ: યુવતીને ભગાડી નાખવાની આશંકા સાથે યુવક પર ગોળીબાર કર્યો

પોલીસે આ મામલે 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી: CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી

અમદાવાદના અસલાલીમાં એક યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘટના બે દિવસ પહેલા બની હતી અને હવે તેની CCTV ફૂટેજ સામે આવી છે. મળતી જાણકારી મુજબ, લુખ્ખા તત્વોએ યુવતીને ભગાડી નાખવાની આશંકા સાથે યુવક પર ફાયરિંગ કર્યું હોવાનું ખુલ્યું છે. પોલીસે આ મામલે 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી અને તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને તેમને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરી રહી છે.

(7:17 PM IST)