તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 20th December 2025
એક વીઘામાં માત્ર 3500 રૂપિયા સરકારે આપેલી સહાયમાં ખાતર કે ડીઝલનો ખર્ચ પણ ન નીકળે : કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં અમિત ચાવડાના પ્રહાર
અમિત ચાવડાએ કહ્યું - ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો હોય તો તેની માહિતી આપજો, જન આક્રોષ યાત્રામાં તેને ઉજાગર કરીશુ.

અમદાવાદ : કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. સરકારે પેકેજના નામે ખેડૂતોને માત્ર પડીકુ આપ્યુ હોવાનુ જણાવ્યુ. જેમા એક વીઘામાં માત્ર 3500 રૂપિયા મળશે. સરકારે આપેલી સહાયમાં ખાતર કે ડીઝલનો ખર્ચ પણ ન નીકળે.
જન આક્રોશ રેલીમાં અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે અમૂલ ડેરીમાં નોકરી માટે 15 થી 25 લાખનો ભાવ ચાલે છે. હવે નવા બોર્ડમાં તો 35 લાખ થઈ ગયો છે. અમિત ચાવડાએ એમ પણ કહ્યું હતું કે બચુભાઈ ખાબડની થોડી તપાસમાં જ 100 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યુ છે. ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો હોય તો તેની માહિતી આપજો, જન આક્રોષ યાત્રામાં તેને ઉજાગર કરીશુ.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
