News of Saturday, 20th December 2025
નાંદોદ તાલુકામાં થયેલા બે અકસ્માત માં એક મોત, એક ને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં થયેલા બે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરાવગામ ગામ પર થયેલા અકસ્માત માં અંકિતભાઈ ધીરુભાઈ તેજાણી ( રહે ઘર નંબર ૧૮૮ સહજાનંદ રેસીડેન્સી કોળી ભરથાણા ગામ તાલુકો કામરેજ જી. સુરત )નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેમના માતા પિતા પોતાની મો.સા. લઈને જતા હોય તે વખતે કોઈ અજાણ્યા વાહન ચાલકે શહેરાવ ગામના રોડ પર ટક્કર મારતા તેમના પિતાજી ધીરૂભાઈ મોહનભાઈ તેજાણીને તથા તેમના માતા ઉર્મીલાબેનને નીચે પાડી દઈ તેમના પિતાને ગંભીર ઇજા કરતા સારવાર દરમ્યાન સુરત એઈમ્સ હોસ્પિટલમાં મોત નીપજાવી નાસી જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજો અકસ્માત કુમસગામના ત્રણ રસ્તા ઉપર થયો જેમા મિતેશભાઇ દિનેશભાઇ ડુભીલ (ઉ.વ.૧૮ ) (રહે સારંગપુર આમલો ફળીયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા અલ્પેશભાઇ દિનેશભાઇ ડુભીલ ઉ.વ.૨૦ નાઓ પોતાની હોન્ડા સાઇન મો.સા. રજી.નં.GJ-34-AA-2265 ની ઉપર બેસી અંકલેશ્વર તરફથી રાજપીપળા તરફ જતા હતા તે વખતે કુમસગામના ત્રણ રસ્તા પાસે આવતા કુમસગામ તરફના રોડ બાજુથી એક શેરડી ભરેલ અજાણ્યા ટ્રેકટરના ચાલકે તેના કબ્જાનું ટ્રકટર પુરઝડપે હંકારી લાવી ફરીયાદીની મો.સા.ને આગળનાં ભાગે અથાડી દેતા મિતેશભાઈ તથા અલ્પેશભાઈ મો.સા. સાથે રોડ ઉપર પડી જતા બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી શેરડી ભરેલ ટ્રેકટર લઇ ચાલક નાશી જઇ ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
