<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

દમણ-દીવના પૂર્વ પંચાયત પ્રમુખ દિપેશ ટંડેલ સામે ઈડીની લાલ આંખ: ૩.૭૭ કરોડની અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ

આરોપીએ પોતાના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે ભંડોળ મેળવ્યું હતું અને તેને વિવિધ સ્થાવર અને જંગમ મિલકતોમાં રોક્યું


અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી ની અમદાવાદ શાખાએ દમણ અને દીવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિપેશ ટંડેલ સામે મની લોન્ડરિંગ અને અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ કર્યો છે.

ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે દિપેશ ટંડેલે તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને આવક કરતા વધુ સંપત્તિ એકઠી કરી હતી. આ કેસ ૩.૭૭ કરોડ રૂપિયાની અપ્રમાણસર સંપત્તિને લગતો છે.

તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપીએ પોતાના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે ભંડોળ મેળવ્યું હતું અને તેને વિવિધ સ્થાવર અને જંગમ મિલકતોમાં રોક્યું હોવાનું સામે આવ્યું છે.


 

(11:51 PM IST)