તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 21st December 2025
સુરતની ડેરીમાંથી છૂટક લેવામાં આવતુ ઘી આરોગ્ય માટે જોખમી : તપાસ રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ
શહેરની 6 ડેરીઓમાં તપાસ કરતા ઘીના નમુના સબસ્ટાર્ડર્ડ આવ્યા : સાદું અને ગાયના ઘીના નમુના ફેઈલ થયા

સુરતની ડેરીમાંથી છૂટક લેવામાં આવતુ ઘી આરોગ્ય માટે જોખમી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. શહેરની 6 ડેરીઓમાં તપાસ કરતા ઘીના નમુના સબસ્ટાર્ડર્ડ આવ્યા છે. સાદું અને ગાયના ઘીના નમુના ફેઈલ થયા છે ઉધનાની નવી ગુજરાત અને ધનરાજ ડેરીના ઘીના નમુના સબસ્ટાન્ડર્ડ છે. હીરાબાગની જનતા ડેરીના માખણાનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ, પુણાગામની અમૃત ધારા ડેરીનું માખણનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ, નાના વરાછાની શક્તિ વિજય અને જલારામ ડેરીના ઘીસબસ્ટાન્ડર્ડ આવ્યા છે. થોડા દિવસ પહેલા અલગ અલગ ડેરીમાંથી 45 સેમ્પલ લેવાયા હતા. તમામ સામે હવે ફૂડ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
