તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 21st December 2025
અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્થાનિકોનો અનોખો વિરોધ :બગીચાને બદલે શાકમાર્કેટ શરુ કરાતા સુંદરકાંડના પાઠ કરીને કર્યો વિરોધ
શાકમાર્કેટના કારણે ટ્રાફિક અને ગંદકી સહિતના પ્રશ્નો ઉદ્દભવે એવી રજુઆત કરી :અગાઉ નોટીફાઇડ એરિયા ઓથોરિટીની કચેરીમાં થાળી- વેલણ વગાડી વિરોધ નોંધાવાયો

અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. બગીચાની જગ્યાએ શાક માર્કેટ શરૂ કરવાના તંત્રના નિર્ણય સામે આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ સુંદરકાંડના સામુહિક પાઠ કરી વિરોધ નોંધાવ્યો. શાકમાર્કેટના કારણે ટ્રાફિક અને ગંદકી સહિતના પ્રશ્નો ઉદ્દભવે એવી રજુઆત કરી હતી. અગાઉ નોટીફાઇડ એરિયા ઓથોરિટીની કચેરીમાં થાળી- વેલણ વગાડી વિરોધ નોંધાવાયો હતો.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
