News of Sunday, 21st December 2025
રાજ્યના TET ઉમેદવારો માટે મોટા સમાચાર : 2 વર્ષના વિલંબ બાદ 133 કેન્દ્ર પર TET ની પરીક્ષાની જાહેરાત
આ વર્ષે પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો કરાયો : રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ ઉમેદવારો નસીબ અજમાવશે

અમદાવાદ : રાજ્યના TET ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 2 વર્ષના લાંબા વિરામ બાદ TET પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. અમદાવાદ શહેરમાં 26381 ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 133 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું છે. આ વર્ષે પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો કરાયો છે. રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ ઉમેદવારો નસીબ અજમાવશે. પરીક્ષાનું સંચાલન ગુજરાતના 4 મોટા શહેરોમાં કરવામાં આવશે. અમદાવાદ,વડોદરા,સુરત સહિત રાજકોટ શહેરોમાં આયોજન કરાશે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
