News of Sunday, 21st December 2025
નર્મદા જિલ્લામાં મઘ્યાહન ભોજન વાનગી હરિફાઈમાં રુંઢ ગામે પ્રથમ નંબર મેળવી ગૌરવ મેળવ્યું
પહેલા પાંચ તાલુકાના 15 કેન્દ્રોની હરિફાઈ યોજાઈ જેમાં રુંઢ કેન્દ્રએ ત્રીજો નંબર મેળવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા મઘ્યાહન ભોજન કેન્દ્રો વચ્ચે વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાંદોદ તાલુકાનું રુંઢ કેન્દ્રએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મળતી માહિતિ અનુસાર મઘ્યાહન ભોજન કેન્દ્ર વાનગી હરીફાઈ યોજાઈ જેમાં પહેલા પાંચ તાલુકાના 15 કેન્દ્રો વચ્ચે હરિફાઈ થઇ આમાં રુંઢ કેન્દ્ર એ ત્રીજો નંબર મેળવ્યો હતો ત્યારબાદ હાલમાં જિલ્લા કક્ષાની વાનગી હરિફાઈ યોજાઈ જેમાં રુંઢ કેન્દ્ર એ પ્રથમ નંબર મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું
મળતી માહિતિ અનુસાર નર્મદા જિલ્લામાં કાર્યરત મઘ્યાહન ભોજનના કેન્દ્રો વચ્ચે વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પહેલા તાલુકા લેવલની હરિફાઈમાં ત્રણ વિજેતા થયા અને રુંઢ કેન્દ્રએ ત્રીજો નંબર મેળવ્યો જ્યારે જિલ્લા કક્ષાની હરિફાઈ માં રુંઢ કેન્દ્રના મઘ્યાહન ભોજન સંચાલક મહેન્દ્રભાઈ માછી દ્વારા આયોજન કરાયું જેમાં રુંઢ પ્રાથમિક શાળાના મઘ્યાહન ભોજન કેન્દ્રએ જિલ્લા લેવલે પ્રથમ નંબર મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
– રુંઢ કેન્દ્ર દ્વારા સરગવા ના પાન, મેથીની ભાજી નાંખી થેપલા બનાવ્યા હોય સાથે દહીં ની ચટણી સાથે શાક બનાવ્યું જેમા સરગવો સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે ત્યારે આ વાનગી મા રુંઢ કેન્દ્ર ને પ્રથમ નંબર મળ્યો છે.
– પી.એમ. પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતન ધારકોની રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વિષય આધારીત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું સફળતાપૂર્વક આયોજન થયું જેમાં જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનમાં પ્રથમ નંબરે મહેન્દ્રભાઈ માછી (રુંઢ પ્રાથમિક શાળા તા.નાંદોદ) દ્રિતીય નંબરે રંજનબેન વસાવા (પાનુડા પ્રાથમિક શાળા તા. દેડિયાપાડા) અને
તૃતિય નંબરે અનસૂયાબેન બારિયા (કંથરપૂરા પ્રાથમિક શાળા તા.તિલકવાડા) વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
