<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ઊંઝાના ઐઠોર ગામની પોસ્ટ ઓફિસમાં પૂર્વ પોસ્ટ માસ્ટરે કરી ઉચાપત : ખોટી સહીઓ કરી ખાતેદારોના નાણાં ઉપાડી લીધા

ખાતામાંથી રૂ.એક લાખ એફડી કરવા આપેલા તે રકમ તેમજ રૂ.1.40 લાખ બચત ખાતામાંથી ખાતેદારની જાણ બહાર ઉપાડી લઇ ભારતીય ટપાલ વિભાગ સાથે વિશ્વાસઘાત કર્યો

મહેસાણાના ઊંઝા તાલુકાના ઐઠોર ગામની પોસ્ટ ઓફિસમાં તત્કાલિન પોસ્ટ માસ્ટરે ત્રણ વર્ષ પહેલાં એક ખાતેદારના બચત ખાતામાંથી તેમની ખોટી સહીઓ કરી રૂ.1.50 લાખ ઉપાડી લીધા હતા. ખાતેદારની પાસબુકમાં નોંધ નહીં કરતાં શંકાના આધારે રજૂઆત બાદ તપાસમાં ભાંડો ફૂટ હતો 

ઉચાપત અંગે બ્રાન્ચ પોસ્ટ માસ્તર સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઐઠોર સબ પોસ્ટ ઓફિસમાં વર્ષ 2016 થી 2022 સુધી પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હર્ષકુમાર વ્રજેશભાઈ પટેલે ખાતેદાર અજયસિંહ નીતિનસિંહ ચૌહાણના ખાતામાંથી રૂ.એક લાખ એફડી કરવા આપેલા તે રકમ તેમજ રૂ.1.40 લાખ બચત ખાતામાંથી ખાતેદારની જાણ બહાર ઉપાડી લઇ ભારતીય ટપાલ વિભાગ સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

આ તત્કાલિન પોસ્ટ માસ્ટરે ખાતેદારની બનાવટી સહી કરીને રકમ ઉપાડી લીધા બાદ પાસબુકમાં તેની નોંધ કરી નહોતી. ખાતામાંથી રકમ ઉપાડનું એફડી ખાતુ પણ ખોલ્યું નહોતું. આખરે વિભાગમાંથી તપાસ થતાં પોસ્ટ માસ્ટરે ઉપાડ વ્યવહાર ખાતેદારની જાણ બહાર કરી તેમને ચૂકવ્યા ન હોઇ કાયમી ઉચાપત કરી હતી. આખરે તત્કાલિન પોસ્ટ માસ્ટરે કબૂલાત કરી હતી અને રૂ.1.60 લાખ સરકારી ખાતામાં જમા કરાવી રિકવરી કરાઈ હતી. તત્કાલિન પોસ્ટ માસ્ટર હાલ સેવામાંથી દૂર કરાયા છે

(11:36 AM IST)