<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

બેંકોનાં ગ્રોસ NPAમાં૬ માસમાં ૦.૦૯ ટકાનો ઘટાડો

સપ્‍ટેમ્‍બરમાં રૂપિયા ૧૨.૩૪ કરોડ લાખના ધિરાણ સામે એનપીએ રૂપિયા ૩૧,૮૭,૬૦૦ લાખ થઇ : માર્ચ ૨૦૨૫માં ગ્રોસ એનપીએ ૨.૬૮ ટકા હતી જે સપ્‍ટેમ્‍બરમાં ૨.૫૯ ટકા થઈ

અમદાવાદ તા.૨૨: રાજ્‍યમાં બેંકિગ ક્ષેત્રે ગ્રોસ નોન પરફોર્મિગ એસેટ્‍સમાં છ માસમાં ૦.૦૯ ટકાનો ઘટાડો થયો હતો. માર્ચ માસમાં ગ્રોસ એનપીએ ૨.૬૮ ટકા હતી. જે સપ્‍ટેમ્‍બરમાં ૨.૫૯ ટકા થઇ હતી તેમ તાજેતરમાં મળેલી સ્‍ટેટ લેવલ બેંકર કમિટીમાં જણાવાયું હતું.

સપ્‍ટેમ્‍બરના અંતે રાજ્‍યમાં બેંકોની ગ્રોસ એનપીએ રૂા.૩૧૮૭૯૦૦ લાખ હતી. જ્‍યારે ધિરાણની કુલ રકમ રૂા.૧૨.૩૧ કરોડ લાખની હતી. કુલ ૧૮,૬૩૯,૩૮૭ લોન ધારકોમાંથી ૧૦,૯૯,૩૪૩ ખાતા એનપીએ ધરાવતા હતા.

રાજ્‍યમાં રાષ્ટ્રિય કૃત બેંકોની ગ્રોસ એનપીએ સૌથી વધુ ૬.૪૯ ટકા હતી તે છ માસમાં ઘટીને ૬ ટકા થઈ છે. જયારે સ્‍ટેટ બેંકની એનપીએ ૧.૨૭ ટકા હતી, તે છ માસમાં ૧.૪૭ ટકા થઈ છે. ખાનગી બેંકોની એનપીએ ૧.૨૪ ટકાથી ઘટીને ૧.૨૦ ટકા થઈ છે. સ્‍મોલ ફાયનાન્‍સ બેંકોની એનપીએ ૩.૧૭ ટકાથી ઘટીને ૩.૧૫ ટકા થઈ છે. જ્‍યારે સહકારી બેંકોની એનપીએ ૨.૨૨ ટકાથી હતી તે વધીને ૨.૮૨ ટકા થઈ છે. જ્‍યારે પ્રાદેશિક ગ્રામીણ બેંકોની એનપીએ એનપીએ ૧.૬૭ટકાથી ઘટીને ૧.૬૨ ટકા થઈ છે. આમ બેંકિગ ક્ષેત્રે ગ્રોસ એનપીએના મુદ્દે મિશ્ર ચિત્ર જોવા મળે છે.

રાજ્‍યમાં કુલ લોન એકાઉન્‍ટની સંખ્‍યા ૧૮,૬૩૯,૩૮૭ છે. જેના દ્વારા બેંકોએ રૂા. ૧૨૩૧૫૨૭૭૩ લાખનું ધિરાણ કર્યું છે. જેમાંથી ૧૦૯૯૩૪૩ ખાતા ધારકોની ગ્રોસ એનપીએની રકમ રૂા.૩૧૮૭૬૦૦ લાખ થઈ છે. જે ૨.૬૮ ટકાથી ઘટીને ૨.૫૯ ટકા થઈ છે. રાષ્ટ્રિયકૃતોના લોન એકાઉન્‍ટ ધારકોની સંખ્‍યા ૩૪૨૯૪૯૨ છે અને ધિરાણની રકમ રૂા.૩૨૨૦૯૪૮૭ લાખ છે. જેમાં ૩૪૨૯૦૭ ખાતા ધારકોની રૂા.૧૯૩૧૧૯૬ લાખ એનપીએ છે. જે માર્ચમાં ૬.૪૯ ટકા હતી તે ઘટીને દ ટકા થઇ છે.

સ્‍ટેટ બેંકના ખાતાધારકોની સંખ્‍યા ૧૫૭૪૭૯૯ છે. જે દ્વારા ધિરાણ રૂા.૧૮૩૯૮૨૨૫ લાખ થયું છે. જેમાંથી ૧૦૪૯૨૪ ખાતાધારકોની રૂા.૨૭૦૧૫૫ લાખ રકમ એનપીએ છે. માર્ચમાં ૧.૨૭ટકા એનપીએથી હતી જે સપ્‍ટેમ્‍બરમાં ૧.૪૭ ટકા થઈ છે.સહકારી બેંકોના લોન ધારકોના ખાતાની સંખ્‍યા ૧૩૨૫૨૪૦ છે. ધિરાણ રૂા.૩૯૫૦૯૯૭ લાખ છે. જેમાં ગ્રોસ એનપીએ ખાતા ધારકોની સંખ્‍યા ૧૭૬૬૬ છે અને એનપીએની રકમ રૂા.૧૧૧૪૨૬ લાખ છે. માર્ચમાં એનપીએ ૨.૨૨ ટકા હતી જે સપ્‍ટેમ્‍બરમાં ૨.૮૨ થઇ છે.

પ્રાદેશિક ગ્રામીણ બેંકોના લોન ધારકોની સંખ્‍યા ૬૩૭૮૦૩ છે. ધિરાણ રૂા.૧૮૫૯૩૯૭ લાખ છે. જેમાં ૧૧૨૪૭ધારકોની રૂા.૩૦૧૩૨ લાખ રકમ એનપીએ છે. ૧.૬૭ ટકાથી એનપીએ ૧.૬૨ ટકા થઇ છે. ખાનગી બેંકોના લોન એકાઉન્‍ટ ધારકોની સંખ્‍યા ૧૦૩૯૯૬૭૪ છે અને ધિરાણની રકમ રૂા.૬૪૪૯૭૦૭૫ લાખ છે. ૪૫૧૩૭૦ ખાતાધારકોની એનપીએ રૂા.૭૭૪૨૦૪ લાખ છે. જે ૧.૨૪ ટકાથી ઘટીને ૧.૨૦ ટકા થઇ છે

(11:42 AM IST)