News of Monday, 22nd December 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક લેવાતા હર્ષની લાગણી :વાલીઓએ શાળાએ પહોંચી આભાર વ્યક્ત કર્યો
વાલીઓએ જિલ્લા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો:ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિત આગેવાનોએ DEO નો આભાર માન્યો

અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તગત લેવાના નિર્ણયને વધાવવામાં આવ્યો છે. મણિનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય વાલીઓ સાથે શાળામાં પહોંચ્યા છે. વાલીઓએ જિલ્લા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિત આગેવાનોએ DEO નો આભાર માન્યો છે. જેમાં અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ હવે સરકારી નિયંત્રણ હેઠળ છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક કરવામાં આવી છે. જેમાં સેવન્થ ડે હાયર સેકન્ડરી સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરાયો છે. ત્યારે તપાસ દરમિયાન ખામીઓ જણાતા નિર્ણય લેવામાં આવ્યો છે. તથા સેવન્થ ડે સ્કૂલના વહીવટદાર તરીકે DEOની નિયુક્તિ કરાઇ છે. સ્કૂલ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળ છે. ત્રણ બિલ્ડિંગ છતાં માત્ર એકનું BU પરમિશન લીધું હતું.
ગુજરાત બોર્ડને એફિડેવિટમાં ICSE શાળા છુપાવી હતી. અમદાવાદ મ્યુનિસિપલની જમીન પર અલગ સંસ્થાનું સંચાલન હતુ. સેવન્થ ડે શાળામાં 12 ગંભીર અનિયમિતતા તપાસ રિપોર્ટમાં સામે આવી છે. ત્યારે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક કરવાના મામલે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના બની હતી. ત્યારબાદ સરકાર કક્ષાએ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિના અહેવાલમાં ઘણી જ ગેરરીતિઓ અને અનિયમતીતાઓ ધ્યાને આવી છે. સમિતિના અહેવાલના આધારે સરકારે નિર્ણયો કર્યો છે કે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરવામાં આવશે.
શાળાના રજૂ કરાયેલ આધારોમાં અલગ અલગ ટ્રસ્ટ/સોસાયટીનો ઉલ્લેખ થયેલ જોવા મળે છે. CISCE નિયમોના પ્રકરણ 1, નિયમ ૨(a) મુજબ શાળાનું સંચાલન એક જ રજિસ્ટર્ડ સોસાયટી, ટ્રસ્ટ અથવા કંપની દ્વારા થવું જોઈએ જે નફાના હેતુથી ચાલતી ન હોય આ બાબતે સ્પષ્ટતા રજૂ કરવામાં આવેલ નથી. શાળાના વહીવટ, ટ્રસ્ટ કે શાળાના પરિસરમાં કોઈપણ ફેરફાર કરવા માટે સંબંધિત બોર્ડની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. આ પ્રકારના કોઈપણ ફેરફાર માટે મેળવેલ મંજૂરીના દસ્તાવેજો રજૂ કરેલ નથી.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
