અમદાવાદમાં મહેર સમાજનું સેવાકીય સોપાનઃ ‘કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્ય ભવન'નું લોકાર્પણ કરાશે
કિંદરખેડાના વતની અને અમેરિકા સ્થિત દાતા કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા પરિવાર દ્વારા ૧.૧૧ કરોડનું માતબર દાનઃ સૌરાષ્ટ્રના અનેક ગામોના શ્રમજીવી પરિવારો અને વિદેશ વસતા મહેર ભાઈઓના સહયોગથી ૮૦૦ વાર વિસ્તારમાં નમુનેદાર ભવન તૈયારઃ દર્દીઓ અને સગાઓ માટે રહેવા-જમવા સહિતની તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.રરઃ અમદાવાદની એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગા-વહાલાઓ માટે રહેવા-જમવાની પડતી મુશ્કેલીઓ નિવારવા માટે મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા એક ભવ્ય અને અત્યાધુનિક સુવિધાઓ સજ્જ ‘‘કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્ય ભવન'' નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ભવનનું ભવ્ય લોકાર્પણ આગામી ૧૧મી જાન્યુઆરી, રવિવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે ગુજરાત રાજ્યના અને સમાજના શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.
આરોગ્ય ભવનનું નિર્માણ મહેર સમાજના સમળદ્ધ દાતાઓથી માંડીને છેવાડાના શ્રમજીવી વર્ગ અને વિદેશમાં વસતા સમાજના ભાઈઓના અમૂલ્ય સહયોગથી કરવામાં આવ્યું છે. ખાસ કરીને સીમર, ગોરાણા, આંતરોલી, ધંધુસર અને કલ્યાણપુર તાલુકાના રાજપરા જેવા ગામોના પ્રત્યેક ઘરેથી મળેલા ફાળાએ આ ભવનના પાયામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ ભવનના નિર્માણમાં મુખ્ય દાતા તરીકે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગમાં અધિક્ષક ઈજનેર તરીકે સેવા આપી નિવળત્ત થયેલા અને હાલ અમેરિકા સ્થિત મુળ કિંદરખેડાના વતની શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા (હ. અજયભાઈ કાનાભાઈ મોઢવાડીયા - આર્કિટેક્ટ, લંડન) દ્વારા રૂા. ૧,૧૧,૧૧,૧૧૧.૦૦ (એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર) નું માતબર દાન આપવામાં આવ્યું છે. તેમના આ સેવાકીય અભિગમને બિરદાવવા માટે સંસ્થા દ્વારા આ ભવનનું નામ ‘કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્ય ભવન' રાખવામાં આવ્યું છે.
આ આરોગ્ય ભવન અમદાવાદ સિવિલ હોસ્પિટલથી માત્ર ૧૦ મિનિટના ચાલવાના અંતરે, જૂના એમ.એલ.એ. ક્વાર્ટરની પાછળ, પાલીના કુવાની બાજુમાં ૮૦૦ વારના વિશાળ એરિયામાં નિર્મિત છે.
૨૦ રૂમઃ તમામ રૂમ બાલકની અને એટેચ બાથરૂમ સાથે., ૨ ડોર્મેટ્રીઃ સમૂહમાં રહેવા માટેની સગવડ. પાકિર્ંંગઃ ૨૦ જેટલી ગાડીઓ માટે વિશાળ ર્પાકિંગ વ્યવસ્થા., આધુનિક સગવડોઃ વાઈફાઈ, દરેક રૂમમાં ગરમ પાણી, શુદ્ધ પીવાનું પાણી, અને લિફ્ટની સુવિધા., સુરક્ષાઃ ફાયર એલાર્મ, સ્મોક ડિટેક્ટર અને સોલાર સિસ્ટમથી સજ્જ. અન્યઃ ઓફિસ રિસેપ્શન, લિવિંગ રૂમ, રસોડું, વેઈટિંગ એરિયા, કેરટેકર રૂમ અને અપર શેડ વિથ પેન્ટ્રી.
મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટનો સેવાયજ્ઞ વર્ષ ૧૯૮૭થી અવિરત ચાલી રહ્યો છે. તે સમયે સમાજના વડીલો સર્વશ્રી કાનાભાઈ મોઢવાડીયા, ડો. બાલુભાઈ ઓડેદરા, અરજનભાઈ ઓડેદરા, રામભાઈ કેશવાલા, હરદાસભાઈ મોઢવાડીયા, ધીરૂભાઈ મોઢવાડીયા, જે.એલ.દાસા અને અરજનભાઈ કડેગીયા જેવા અગ્રણીઓએ સિવિલ પાસે ૩ રૂમનું નાનું મકાન ખરીદીને આ સેવાની શરૂઆત કરી હતી, જેનો અત્યાર સુધીમાં હજારો દર્દીઓએ લાભ લીધો છે.
આગામી ૧૧મી જાન્યુઆરીના રોજ યોજાનાર આ મંગલ અવસરે મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ મોઢવાડીયા અને ઉપ-પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા સમાજના તમામ શ્રેષ્ઠીઓ, આગેવાનો અને દાતાઓને બહોળી સંખ્યામાં હાજરી આપવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ભવન માત્ર મહેર સમાજ જ નહીં પરંતુ માનવતાની સેવાનું એક અવિસ્મરણીય કેન્દ્ર બની રહેશે. તેમ મહેશ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ મોઢવાડિયા અને ઉપપ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
