<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

કિશોર અવસ્‍થામાં ગુન્‍હો...૨૭ વર્ષ પછી પ્રૌઢ અવસ્‍થામાં સુરત પોલીસ મુંબઇથી શોધી લાવી

૧૦ વર્ષથી વધુ સમયથી વોન્‍ટેડ ૩૬ આરોપીઓ સીપીના ઓપરેશન વોન્‍ટેડ હેઠળ બહારના રાજ્‍યોમાંથી પકડાયા બાદ ઉધના પોલીસ ટીમની કાબિલેદાદ કામગીરી : ગંભીર પ્રકારના ગુન્‍હાઓ આચરનાર બન્ને બધુ ભૂલી નિરાંતે જીવન જીવતા હતાં, પરંતુ પોલીસ ભૂલી નહોતી, ‘અકિલા' સમક્ષ વિશેષ ઓપરેશનની રસપ્રદ કથા ઉધના પીઆઇ એસ. એન. દેસાઈ વર્ણવે છે

રાજકોટ, તા.,૨૨ :  અપરાધી એ અપરાધી છે, એ આપણા કાર્યકાળમાં કરી નાશ્‍યો હોય કે નહિ એ અગત્‍યનું નથી પરંતુ આરોપીઓ પોલીસ ચોપડે વોન્‍ટેડ હોય એ પોલીસની નાલેશી ગણાઇ, આ પ્રકારની ફિલોસોફીમાં વિશ્વાસ ધરાવતા સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની આ ફિલોસોફી સુરતના ટોપ ટુ બોટમ પોલીસ અધિકારીઓ અને સ્‍ટાફ દ્વારા અપનાવી લેવામાં આવી હોય રાજ્‍ય બહારથી ફરારી ગુનેગારોને પકડવામાં પણ ઓપરેશન વોન્‍ટેડ ગિનિસ બુકમાં નામ નોંધાવવા તરફ આગળ ધપી રહ્યું હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું હોવાની ચર્ચા વાયરલ બની છે, તેવા સમયે ઉધના પોલીસ મથકના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ એન. દેસાઈ અને સાથી અધિકારીઓએ સ્‍ટાફની જહેમતથી ખૂબ મોટી સફળતા મેળવી હોવાનું પીઆઇ એસ એન . દેસાઈ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવે છે. ખાસ  પોલીસ કમિશ્રર વાંબાગ જામીર, ડીસીપી કાનન દેસાઇ વિગેરેના માર્ગદર્શન હેઠળ ૨૮ વર્ષથી ફરાર અપરાધીઓ સાથે બાળ કિશોર પણ સકંજામાં આવી ગયો છે. ઉપરોક્‍ત સુચના અન્‍વયે પો.ઇન્‍સ.શ્રી એસ.એન.દેસાઇ તથા II પો.ઇન્‍સ.શ્રી.

જે.એસ.ઝાંબરે નાઓએ પોલીસ કમિશ્રર સા.શ્રી. સુરત શહેર નાઓની સુચના મુજબ સુરત શહેરના વોન્‍ટેડ આરોપીઓનો ડેટા એકત્રીત કરી તેમજ તેઓના સગા સંબધીઓ બાબતે તપાસ હાથ ધરી સંપુર્ણ માહીતી એકત્ર કરવામા આવેલ જે માહીતીનુ એનાલીસીસ કરી આરોપીઓને ઝડપી પાડવા માર્ગદર્શન આપેલ જે અન્‍વયે સર્વેલન્‍સ પો.સ.ઇ.શ્રી. એચ.ઝેડ.પટેલ તથા સર્વેલન્‍સ સ્‍ટાફના અ.હે.કો.કમલેશભાઇ લીલાભાઇ તથા અ.પો.કો.ભાવેશભાઇ દુલાભાઇ તથા અ.પો.કો. નાગેન્‍દ્રસિંહ રાજેન્‍દ્રસિંહ નાઓએ ટેક્રીકલ સર્વેલન્‍સ તથા હ્યુમન સોર્સીસના આધારે ઉધના પોલીસ સ્‍ટેશન ફર્સ્‍ટ ગુ.ર.નં.૬૮/૧૯૯૮ ઇ.પી.કો. કલમ.-૩૦૭, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૦૧ તથા બી.પી.એક્‍ટની કલમ-૧૩૫, મુજબના ગુનામા છેલ્લા ૨૮ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા આરોપી (૧)સમિર નરીહરી ભોલા ઉ.વ.૪૭ ધંધો.પલ્‍મબર રહે. શ્રી પ્રતિ આરાધ્‍યા એવન્‍યુ, ન્‍યુ બાંધાતી બિલ્‍ડીંગના રૂમમાં, એમ.આઇ.સી.એલ.કંપની તાડદેવ સેન્‍ટરલ મુંબઇ મહારાષ્‍ટ્ર મુળવતન.

ગામ.બહારસુબળા થાના.મહાકાલપરા તા.મારસાઘઇ જી.કેન્‍દ્રપરા (ઓરીસ્‍સા) તથા કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર નામે (૨) રામુ નરહરી ભોલા હાલની ઉંમર.૪૫ રહે. આર.એન.એ બીગ્નેસ સેંટર છ્‍ઠ્ઠા માળે, ચેમ્‍બુર આંબેડકર ગાર્ડન મુંબઇ મહારાષ્‍ટ્ર મુળવતન. ગામ.બહારસુબળા થાના.મહાકાલપરા તા.મારસાઘઈ જી.કેન્‍દ્રપરા (ઓરીસ્‍સા) નાઓને મુંબઇ ખાતેથી પકડી પાડી ખુબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે

(12:27 PM IST)