News of Monday, 22nd December 2025
ચાલુ વર્ષે સુરતમાં ૯૬૯ પાસામાં, મહિલા, બાળકો અને વૃદ્ધો સાથે અપરાધ, ૧૦ દિવસમાં ૩૦ પાસાના પિંજરે પુરતા ફફડાટ મચ્યો
ગુજરાતના ઇતિહાસમાં ન થયા હોય તેવી કામગીરીનો યશ PCB પીઆઇ સીપીની રાતે ૧૨ સુધીની ફરજ, લોક સંપર્કને આપે છે, ત્યારે અનુપમસિંહજી પોતાની ટીમના નાનામાં નાના સિપાહીની નિષ્ઠાને યશ આપે છે : વાયરલ અભિયાનની ભીતર કથા... પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરા દ્વારા ‘અકિલા' સમક્ષ વર્ણવી જે વાંચી ‘વાહ' શબ્દ નીકળ્યા વગર નહિ રહે

રાજકોટ, તા.,૨૨: સુરતમાં અસામાજિક તત્વો આસપાસ ભરડો લેવા અને પોલીસની સોલીડ ધાક રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહજી ગેહલોત દ્વારા ચોક્કસ રણનીતિ અંતર્ગત વિવિધ અભિયાનો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે, ઓપરેશન પાસા અને ઓપરેશન વોન્ટેડને ગુજરાતના ઇતિહાસમા કદી ન મળી હોય તેવી સફળતા મળી છે, તેમ જે બ્રાન્ચ હસ્તક પાસાનો કોરડો વીંઝાય રહ્યો છે તેવી PCB બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરા ખૂબ વાયરલ થયેલ અભિયાનની સફળતા અંગેનું ‘અકિલા' સમક્ષ સત્ય ઉજાગર કરતા જણાવેલ.
પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરા જણાવે છે કે, પોલીસ કમિશનરશ્રી વિવિધ પોલીસ મથક વિસ્તારમાં પહોચી લોકોને વિશ્વાસમાં લે છે, વહેલી સવારે તેમનો દિવસ શરૂ થાય જે રાત્રે ૧૨ સુધી સતત કાર્ય કરે છે, લોકોથી દૂર રહેવાને બદલે તેમને વધુને વધુ મળી તેમની પાસેથી સમસ્યા સાંભળતા હોવાથી લોકોમાં વિશ્વાસ વધ્યો છે. જેને લીધે ચાલુ વર્ષ દરમ્યાન ૯૬૯ લોકો પાસામાં છે.
માસૂમ બાળકીઓ ઉપર દુષ્કર્મ કરનાર લાજવાને બદલે પોલીસ ઉપર હુમલા કરે તો બાકીની જિંદગી આખી ચાલ બદલી જાય તે ફિક્સ છે.
છેલ્લા ૧૦ દિવસમાં ૩૦ લોકો પાસા હેઠળ જેલમાં પુરી દેવામાં આવ્યા છે , બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન અને સાયબર ફ્રોડ દ્વારા પરસેવાની કમાણી ગાયબ કરનારને પકડી પાસા ભેગા કરવામાં આવે છે.
આ બાબતે અનુપમસિહ ગેહલોત કહે છે કે, આ સાચો યશ મારી પોલીસ ટીમ અને તેમના નાનામાં નાના સિપાહીને જાય છે, હું રણનીતિ બનાવું પણ તેનો અમલ બેવડા જોશથી થાય છે તે સફળતાનો પાયો છે.
સ્થાનિક સાથે અમારી બ્રાન્ચોમાં લોકહિતના વધુ કામ કરવા તંદુરસ્ત સ્પર્ધા છે અને આજ વસ્તુએ યશશ્વી બનાવી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
