<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

અમદાવાદ નજીક ટ્રાફિકથી ધમધમતા બગોદરા હાઈવે પર લૂંટની ઘટનાથી સનસનાટી

લૂંટારુઓએ 20થી 25 કિલોમીટર સુધી દંપતીની કારનો પીછો કરી બાદમાં કારને ટક્કર મારીને અટકાવ્યા:દંપતી સાથે મારામારી કરી કાર, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ લઈને લૂંટારુ ફરાર થઈ ગયા

અમદાવાદ નજીક ટ્રાફિકથી ધમધમતા બગોદરા હાઈવે પર લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. બગોદરાથી આશરે 2 કિલોમીટર દૂર આ બનાવ બન્યો હતો, જેમાં લૂંટારુઓએ એક દંપતીને નિશાન બનાવ્યું હતું. 

 મળતી માહિતી મુજબ, લૂંટારુઓ 20થી 25 કિલોમીટર સુધી દંપતીની કારનો પીછો કરતા રહ્યા હતા અને બાદમાં કારને ટક્કર મારીને તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ દંપતી સાથે મારામારી કરી કાર, બે મોબાઈલ ફોન અને 8 હજાર રૂપિયાની રોકડ રકમ લઈને લૂંટારુ ફરાર થઈ ગયા હતા. ઘટનાથી ભયભીત બનેલા દંપતીએ બગોદરા પોલીસ મથકે લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે.

 ઘટનાની જાણ થતાં DySP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:05 PM IST)