તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 22nd December 2025
સાયબર માફિયાઓના નેટવર્કને જીન્ન કરતું CIDનું ઓપરેશન મિયુલ હન્ટ વિષે જાણવા જેવી કથા
૩૪૮૮ ગુન્હાઓ નોંધાયા, ૭૦૦ ખાતાઓ શોધી કાઢયા.. ૪૯૭ની ધરપકડઃ ડો.કે. એલ એન. રાવના માર્ગદર્શનમાં ગુજરાતભરમાં સપાટો CIDમાં સાયબર સેન્ટર એક્સલેન્સીમાં ૨૪/૭ હેલ્પ લાઈને શરૂ કરવામાં આવી છેઃ લોકોને જે જાણવાની ખૂબ ઉત્કંઠા છે, તેની અથ થી ઈતિ CID વડા ડો. કે. એન.એલ. રાવ સરળ શબ્દોમાં અકિલા સમક્ષ વર્ણવે છે

રાજકોટ તા. ગુન્હાહિત કળત્યો દ્વારા કોઈની અજ્ઞાનતા અને આર્થિક લાલચ આપી બોગસ ખાતાઓ દ્વારા બે હિસાબી મિલકતો એકઠી કરનાર અપરાધીઓના નેટ વર્ક છિન્નભિન્ન કરવાનું વિશેષ ઓપરેશન CID ક્રાઈમ દ્વારા સીઆઈડી વડા ડો. કે એલ એન રાવ દ્વારા ચાર્જ સંભાળતા સાથે જ શરૂ કરવામાં આવેલ, જે સક્ષમ નેતળત્વને કારણે સફળતાના ઝંડા ગાળવામાં સફાળ થયું છે.
રાજ્યમાં સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસ દ્વારા "Operation Mule Hunt" ની ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવેલ.
આ ઓપરેશન અંતર્ગત Cyber Centre of Excellence 28 14C, Samanvay portal, NCRP portal, Helpline data વગેરેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી રાજ્યની પોલીસને "Actionable Inputs" આપવામાં આવ્યા. જેમાં તુરંત કાર્યવાહી કરી શકાય તેવા શંકાસ્પદ ચેક વિડ્રો અને એટીએમ વિડ્રો વાળા એકાઉન્ટ્સ અને લોકેશનની માહિતી શેર કરવામાં આવી.
આ કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે માટે Cyber Centre of Excellence ખાતે ૨૪/૭ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જેથી ફીલ્ડ યુનિટને તમામ મદદ અને વિશેષ માહિતી તાત્કાલિક મળી શકે.
"Operation Mule Hunt" અંતર્ગત નીચે મુજબની અસરકારક કાર્યવાહી કરવામાં આવી
કુલ ૫૩૯ એફ.આઇ.આર. નોંધાયેલ છે.
કુલ ૪૯૭ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળેલ છ
કુલ ૭૮૦ મ્યુલ ખાતા નંબરો શોધવામાં સફળતા મળેલ છે
કુલ ૩૪૮૮ કમ્પ્લેન/ગુનાઓ શોધવામા આવેલ છે. જે પૈકી કુલ ૪૪૦ કમ્પ્લેન ગુજરાત રાજ્યમાં નોંધાયેલ છે
અંદાજે કુલ રૂ. ૧૭૪૬ કરૉડ સુધીનુ રકમ સદર ગુનાઓમાં વિક્ટીમે ગુમાવેલ છે
અંદાજે કુલ રૂ. ૧૦૦ કરોડ સુધીની રકમ સદર ગુનેગારોના મ્યુલ એકાઉન્ટમા ગયેલ છે
તેમ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં સીઆઇડી વડા ડો. કે એલ. એન.રાવ દ્વારા જણાવાયું છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
