<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

યુનિક ટ્રસ્‍ટના દિવ્‍યાંગોનું યુનિક પ્રદર્શનઃ એથ્‍લેટીકસ ખેલ મહાકુંભમાં ૪૬ ગોલ્‍ડ, ૪૧ સિલ્‍વર અને ૩૬ બ્રોંઝ મેડલ હાંસલ

રાજકોટ, તા.૨૨:  સ્‍પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત અને રમતગમત ખાતુ ગાંધીનગર દ્વારા આયોજીત દિવ્‍યાંગો માટેના સ્‍પેશીયલ ખેલ મહાકુંભમાં યુનીક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્‍ટના દિવ્‍યાંગોએ પોતાની પ્રતિભા બતાવીને એથલેટિક્‍સ ગેમ્‍સમા ૧૨૩ મેડલ મેળવ્‍યા હતા.

સ્‍પેશીયલ ખેલમહાકુભની લોકોમોટર ડિસાએબીલીટીની ક્રીકેટ ગેમમા સંસ્‍થાની ૪ તેમ જ વોલીબોલમા સંસ્‍થાની ૪ ટીમ પુરૂષ અને મહીલાની ૪ ટીમે ભાગ લીધો હતો ત્‍યાર બાદ  સૌરાષ્‍ટ્ર યુનીવર્સિટીના એથ્‍લેટિક્‍સ ગ્રાઉન્‍ડ ખાતે રમતગમત વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ઓએચ/લોકોમોટોર ડીસેબલીટીના ખેલ મહાકુંભમા યુનીક ટ્રસ્‍ટના ૧૩૭ દિવ્‍યાંગોએ ભાગ લીધો હતો જેમા એથલેટીક્‍સ રમતમા સંસ્‍થાના દ્વારા ૪૬ પ્રથમ પદક, ૪૧ દ્વીતીય પદક અને ૩૬ ત્રુતીય પદક પ્રાપ્‍ત કરેલ છે.

ઉપરાંત  સૌરાષ્ટ યુનીવર્સિટીના એથ્‍લેટિક્‍સ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ આ સ્‍પર્ધામા સંસ્‍થાના પુરૂષોએ ૭૭ અને મહિલાઓએ ૪૬ પદક પ્રાપ્‍ત કરેલ છે. ઉંમરની કેટેગરી પ્રમાણે જોતા ૧૬ થી ૩૫ વર્ષમાં ૪૭ અને ૩૫ વર્ષથી ઉપરમાં ૭૬ પદક મેળવેલ છે દિવ્‍યાંગતાની કેટેગરીમાં એ કેટેગરીમા ૧૯, બી કેટેગરીમા ૪૫, સી કેટેગરીમાં ૨૫ અને ડી કેટેગરીમા ૩૪ પદક મેળવેલ હતા.

રમત  પ્રમાણે દોડમાં ભાલા ફેકમાં ૩૫ પદક,ચક્ર ફેકમાં ૪૦ પદક, ગોળા ફેકમા ૩૨ પદક, વ્‍હિલચેર હર્ડલમાં ૭ પદક, ૧૦૦મી દોડમાં ૫ અને લાંબી કુદમા ૪ પદક મેળવેલ છે.  ઓએચ પૂરૂષોની ક્રીકેટ રમતમા સંસ્‍થાએ પોતાની ૪ ટીમ ઉતારી હતી જેમા પ્રથમ, દ્વિતિય અને કળતીય સ્‍થાન સંસ્‍થાના દિવ્‍યાંગોએ પ્રાપ્‍ત કરેલ છે. ઓએચ મહિલા વોલીબોલની રમતમાં પણ સંસ્‍થાએ પોતાની ૪ ટિમ પુરુષ અને ૪ ટિમ મહીલાઓની રમવા મોક્‍લેલ હતી તે પૈકી બન્નેમા ઙ્કથમ પદક મેળવેલ .

ટિમો રાજયકક્ષાએ રમશે. પ્રથમ, દ્વિતિય અને ત્રુતીય સ્‍થાન સંસ્‍થાના દિવ્‍યાંગોએ પ્રાપ્‍ત કરેલ છે. સંસ્‍થાની પ્રથમ આવેલ ક્રીકેટ ટિમ અને સંસ્‍થાની પ્રથમ આવેલ વોલીબોલની ટીમો (ભાઇઓ અને બહેનો બન્ને) તા. ૭/૧/૨૦૨૬ ના રોજ અમદાવાદ ખાતે રાજયકક્ષાની રમત રમવા જશે.

 સંસ્‍થાના પ્રમુખ શૈલેશભાઈ પંડયા  મો. ૯૨૭૭૮ ૦૭૭૭૮ અને મેનેજીંગ ટ્રસ્‍ટી  જયેશભાઇ પંડયાએ વિજેતાઓને અભીનંદન આપ્‍યા હતા. 

(3:31 PM IST)