News of Monday, 22nd December 2025
ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત તા. ૨૪મી ડિસેમ્બર, બુધવારે યોજાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવતી પરંપરા

અમદાવાદ તા.૨૨: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર-૨૦૨૫નો રાજ્ય સ્વાગત બુધવાર તા.૨૪ ડિસેમ્બરે યોજવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર તા. ૨૫ ડિસેમ્બરે નાતાલની જાહેર રજાને અનુલક્ષીને ડિસેમ્બર-૨૦૨૫નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. ૨૪ ડિસેમ્બરે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. ૨૪મી ડિસેમ્બરેના રોજ સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રીશ્રી બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
