તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
ધોરણ-૧૦, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ સહિતની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ બે દિવસ લંબાવાઈ
શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ૩૦/૧૨/૨૦૨૫ સુધી ભરી શકાશે.

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ ધોરણ-૧૦, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તેમજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી રાજયની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓ, શિક્ષકઓ, વહીવટી કર્મચારીઓ, શાળાના સંચાલકઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૦, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ ૨૨/૧૨/૨૦૨૫ હતી.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટેની આવેદનપત્રો ભરવાની, આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાની તથા પ્રિન્સીપાલ એપ્રુવલ કરવાની અંતિમ તારીખ રાબેતા મુજબ તારીખ ૨૨/૧૨/૨૦૨૫ રહેશે.
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ બે(૨) દિવસ માટે લંબાવીને તારીખ ૨૪/૧૨/૨૦૨૫ કરવામાં આવે છે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધીની રહેશે.
શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ૩૦/૧૨/૨૦૨૫ સુધી ભરી શકાશે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
