તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
પાકિસ્તાની જેલમાં બંધ રાજ્યના 197 માછીમારોને વહેલી તકે મુક્ત કરવાની માંગ
માછીમારોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ પ્રધાન જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું

અમદાવાદ : પાકિસ્તાની જેલમાં બંધ રાજ્યના 197 માછીમારોને વહેલી તકે મુક્ત કરવાની માગ ઉઠી છે. આ મુદ્દે માછીમારોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ પ્રધાન જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. માછીમારો કોવિડના સમયગાળા દરમિયાન પકડાયા હતા, પરંતુ હજુ સુધી પાકિસ્તાન દ્વારા તેમને છોડવામાં ન આવતા તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માછીમારોએ સરકાર સમક્ષ વહેલી તકે પગલાં લઈ માછીમારોને મુક્ત કરાવવાની અપીલ કરી છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
