News of Monday, 22nd December 2025
વડોદરાના ડભોઇમાંથી 7000 ની કિંમતની 25 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ રીલ ઝડપાઈ
ડભોઇ નગરના રાનીવાડી જીન વિસ્તારમાં ડભોઇ પોલીસનો દરોડો :સુજલ રાવળના ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી

વડોદરાના ડભોઇમાંથી ચાઈનીઝ દોરી ઝડપાઈ હતી. ઉતરાયણનો તહેવાર નજીકમાં છે ત્યારે ચાઈનીઝ દોરીના વેચાણ બાબતે ડભોઇ પોલીસનું કડક વલણ અપનાવ્યું છે. 7000 ની કિંમતની 25 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ રીલ ઝડપાઈ છે. ડભોઇ નગરના રાનીવાડી જીન વિસ્તારમાં ડભોઇ પોલીસે દરોડો પાડ્યો હતો આ વિસ્તારમાં રહેતા સુજલ જગદીશભાઈ રાવળના ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી છે.
ચાઈનીઝ દોરીના વેચાણના ભંગ બાબતે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
