તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં વિરમગામ ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
સમગ્ર શિક્ષા ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન : દેત્રોજ, વિરમગામ, માંડલ તાલુકાના ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં વિરમગામ ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેમિનારમાં દેત્રોજ, વિરમગામ, માંડલ તાલુકાના ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
આ પ્રસંગે મોટીવેશનલ સ્પીકર દિપકભાઈ તેરૈયા, શિક્ષણવિદ નીતિનભાઈ પેથાણી તેમજ અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વક્તા દિપકભાઈ તેરૈયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને કારકિર્દી પસંદગી અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક અને સરળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં, આગામી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તેની પૂર્વતૈયારી કેવી રીતે કરવી અને પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કેવી રીતે કરવો તે અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
