<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

સૌથી મોટો ધર્મ જીવદયા: રાજપીપલામાં પ્રસુતિ પીડાથી પીડીત ગાયની પ્રસુતિ માટે મુસ્લિમ યુવકે મદદ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપલામાં એક ગાયને પ્રસુતિ થતી ન હતી અને પ્રસવ પીડાથી ગાય પીડાતી હતી ત્યારે ગાયને પ્રસુતિ કરાવવા માટે એક મુસ્લિમ યુવાને મદદ કરી હોવાનો કિસ્સો બહાર આવવા પામ્યો છે .
પ્રાપ્ત માહિતી મુજબ વર્તમાનમાં હિન્દૂ મુસ્લિમની વાતો કરી મુસ્લિમ વિરુદ્ધ લાગણી ભડકાવવાના કિસ્સા કે અફવા સાંભળવા મળે છે પરંતુ મુસ્લિમ વિરોધી વાતો કરનારાને લપડાક સમાન એક કિસ્સો સોનીવાડ રાજપીપલા માં જોવા મળ્યો છે જેમાં એક ગાય રસ્તા વચ્ચે પ્રસુતિની પીડાથી કણસતી હતી પણ પ્રસુતિ થતી નહતી .ત્યારે ત્યાં જીવદયા પ્રેમી ધવલ તડવીએ ગાયને પીડામુક્ત કરવા પ્રયાસો કર્યા દરમ્યાન જીવદયા એ હિન્દૂ , મુસ્લિમ સર્વ ધર્મનો સિદ્ધાંત છે એ ન્યાયે ત્યાં હાજર શાબાઝ મલેક નામનો યુવાન ધવલ તડવીની મદદે આવ્યા બંને એ ગાના બચ્ચાના પગ પકડી બચ્ચાને બહાર ખેંચી ગાયને પ્રસુતિ પીડાથી મુક્ત કરી, આમ મુસ્લિમ હોવા છતાં શાબાઝ મલેકે જીવદય નું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું જેની સૌ પ્રશંશા કરી રહયા છે .

(9:55 PM IST)