News of Monday, 22nd December 2025
રાજપીપળામાં ભારત ગેસનો બોટલ આવ્યો નહીં હોવા છતાં ગ્રાહક ના મોબાઇલ પર ડિલિવરી થયા નો મેસેજ આવતા ગ્રાહકો પરેશાન
જોકે ઘણા સમયથી એજન્સીના કર્મચારીઓના ગોરખ ધંધામાં બોટલો અન્ય ને વેચી દેતા હોવાની વાત સંભળાઈ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરમાં ભારત ગેસના રાંધણ ગેસ સિલિન્ડરના ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે જેમાં બોટલ નહીં આવ્યો હોવા છતાં ડિલિવરી થયાનો મેસેજ આવે છે
મળતી વિગતો અનુસાર રાજપીપળામાં ભારત ગેસના રાંધણ ગેસના બોટલ ગ્રાહકો મોબાઈલ પરથી બુકિંગ કર્યા બાદ અમુક દિવસે ગ્રાહક ને ત્યાં ડિલિવરી થતી હોય છે પરંતુ હાલમાં કેટલાંક ગ્રાહકોને કડવો અનુભવ થયો જેમાં ગ્રાહકો એ બોટલ બુકિંગ કર્યા બાદ તેમના મોબાઇલ પર કંપની માંથી મેસેજ આવ્યો કે "યુપ્રિય ગ્રાહક, તમારા LPG સિલિન્ડર બુકિંગની ડિલિવરી 21-12-2025 ના રોજ થઈ હતી. અમે તમારા પ્રતિસાદની કદર કરીએ છીએ! કૃપા કરીને તમારા ડિલિવરી અનુભવને રેટ કરો અને અમને સુધારવામાં મદદ કરો "
હવે આ ગ્રાહકને ત્યાં આજની તારીખમાં પણ સિલિન્ડર આવ્યો નથી ત્યારે શું સમજવું, જોકે જાણવા મળ્યા મુજબ આમાં એજન્સી સંચાલક નો કોઇ વાંક નથી પરંતુ ડિલિવરી આપવા જતા કર્મચારીઓ રોકડી કરવા અમુક ગ્રાહકો ના બોટલ અન્ય ને કાળા બજાર માં વેચી કમાણી કરે છે ત્યારે જો આ વાત જ સાચી હોય તો એજન્સી સંચાલકે આવા સ્ટાફ પર કડક પાગલ.લેવા જોઈએ.
એક તરફ ટ્રાન્સપોર્ટની હડતાળ બાદ હાલમાં કેવાયસી ની માથાકુટ ના કારણે ગ્રાહકો ને બુકિંગ બાદ ડિલિવરી ઘણી લેટ મળે છે જેમાં જેની પાસે એકજ.બોટલ.હોય.તે તકલીફ.માં મુકાઈ છે પરંતુ આમાં ડિલિવરી કરનાર સ્ટાફ કાળા બજારમાં બોટલ વેચતા ગ્રાહકો તકલીફ માં મુકાતા હોય કર્મચારીઓ ની રોકડી કરવાની આદત બંધ કરાવવા પાગલ જરૂરી છે
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
