તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Monday, 22nd December 2025
નવસારીમાં આકાર લેશે ૧૧૪૨ એકરમાં પીએમ મિત્ર પાર્ક: ફાઈનલ ડીપીઆર મંજૂર
પાર્કમાં સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગથી લઈને ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે

સુરત : દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગ માટે આનંદના સમાચાર આવ્યા છે, નવસારીમાં પીએમ મિત્ર પાર્કના નિર્માણ માટેના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટને લીલી ઝંડી મળી ગઈ છે.
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ મિત્ર (મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ) યોજના હેઠળ ગુજરાતના નવસારી જિલ્લામાં ૧૧૪૨ એકરના વિશાળ વિસ્તારમાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાનો માર્ગ મોકળો થયો છે. આ માટેના ફાઈનલ ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) ને મંજૂરી આપી દેવામાં આવી છે.
આ પાર્ક કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતમાં કાપડ ઉદ્યોગને નવો વેગ મળશે અને હજારો લોકોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. આ પાર્કમાં સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગથી લઈને ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે, જે 'ફાર્મ ટુ ફેશન'ના વિઝનને સાકાર કરશે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
