News of Monday, 22nd December 2025
ગાંધીનગરમાં વીમા કંપનીના મેનેજર સામે ૬ કરોડની ઉચાપતનો ગુનો નોંધતી સીબીઆઈ
ગાંધીનગર સ્થિત એક વીમા કંપનીમાં મેનેજરે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયા ચાઉં કરી લીધાની ફરિયાદ નોંધાઈ.

ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર અને ઉચાપતનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ એક વીમા કંપનીના મેનેજર સામે ૬ કરોડ રૂપિયાની ઉચાપત કરવા બદલ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મેનેજરે કથિત રીતે ખોટા દસ્તાવેજો અને બનાવટી ક્લેમ્સ ઉભા કરીને કંપનીના ભંડોળમાંથી આ રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી.
સીબીઆઈ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. સરકારી નાણાંની ઉચાપતનો આ કેસ સ્થાનિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
