News of Monday, 22nd December 2025
ઉમરેઠમાં જલારામ સોસાયટીમાં બે બંધ મકાનોમાં ચોરી :સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા

આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓને પડકાર ફેંક્યો છે. ગત રાત્રિએ શહેરની જલારામ સોસાયટીમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
તસ્કરોએ સૌથી પહેલા જલારામ સોસાયટીના મકાન નંબર 33-A ને નિશાન બનાવ્યું હતું. મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાં રહેલી તિજોરી, કબાટ અને ટેબલના ખાના ફંફોસીને આખો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ મકાનમાંથી ૧૦ નંગ સોનાની ચૂની, સોનાનું પેન્ડલ, ચાંદીના છડા અને આશરે ₹૫,૦૦૦ થી ₹૭,૦૦૦ રોકડ રકમની ચોરી થઈ છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
