News of Tuesday, 23rd December 2025
ગોધરા ખાતે યોજાયુ ૩ જિલ્લામાં વસતા આહીર સમાજનું સ્નેહ મિલન

રાજકોટ : ગોધરાના જાફરાબાદ વિસ્તારની સ્વામિનારાયણ સ્કુલ ખાતે આહીર સમાજનું છઠ્ઠુ સ્નેહ મિલન યોજાયુ હતુ. જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વસતા આહીર સમાજના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિશ્રી હરીભાઇ કાતરીયા, ડે. કલેકટર યોગેશભાઇ બારડ, પોલીસ ઇન્સ્પેકટર હસમુખભાઇ સિસારા, પોલીસ ઇન્સ્પેકટર આર. જે. રામ, સંજયભાઇ વરુ, જેતીબેન સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પરસ્પર પરિચય બાદ સમાજલક્ષી વિચારોનું આદાન પ્રદાન કરાયુ હતુ. સ્ટેજ સંચાલન વિજયભાઇ દ્વારા સંભાળવામાં આવેલ. જયારે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે વિશાલભાઇ ઝાલા, ડો. જયદીપ બાંભણીયા, અક્ષયભાઇ, હરેશભાઇ, કમલેશભાઇ, મૌલિકભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
